સાઉથ આફ્રિકાએ બીજી ટી-૨૦ માં ઓસ્ટ્રેલિયાને ૧૨ રનથી હરાવ્યું

0
11

પોર્ટ એલિજાબેથમાં રમાયેલી બીજી ટી-૨૦ માં યજમાન સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને ૧૨ રનથી હરાવ્યું અને ત્રણ મેચની સીરીઝને ૧-૧ ની બરાબરી પર લાવી દીધું હતું. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા ૧૫૮/૪ નો સ્કોર બનાવ્યો, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૪૬/૬ નો સ્કોર જ બનાવી શકી હતી. ક્વિન્ટન ડી કોકને ૪૭ બોલમાં ૭૦ રનની શાનદાર ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો અને કેપ્ટન ક્વિન્ટન ડી કોકે રીજા હેન્ડ્રીકસ (૧૪) સાથે પ્રથમ વિકેટ માટે ૬૦ રનની શાનદાર ભાગીદારી નિભાવી હતી. સાતમી ઓવરમાં રીજા હેન્ડ્રીક્સ અને ૧૧ મી ઓવરમાં ૮૧ ના સ્કોર પર ફાફ ડુ પ્લેસીસ (૧૫) આઉટ થઈ ગયા હતા. પરંતુ ક્વિન્ટન ડી કોકે એક તરફથી ઇનિંગ સંભાળી રાખી અને પોતાની છઠ્ઠી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારી હતી. તેમને રસી વેન ડર ડુસેન સાથે ત્રીજી વિકેટ માટે ૪૦ રનની ભાગીદારી નિભાવી અને ટીમને ૧૩ મી ઓવરમાં ૧૦૦ ના સ્કોર સુધી પહોંચાડ્યા હતા.

ક્વિન્ટન ડી કોકે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારી હતી. તેમના આઉટ થયા બાદ વેન ડર ડુસેને ડેવિડ મિલર સાથે ચોથી વિકેટ માટે ૨૬ રન જોડ્યા હતા. તેમને ૨૬ બોલમાં ૩૭ રનની ઝડપી ઇનિંગ રમી હતી. ડેવિડ મિલર ૧૧ એન પીટ વેણ બીલજોન ૭ રન બનાવી અણનમ રહ્યા અને સાઉથ આફ્રિકાએ ૧૫૮ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચર્ડ્સને બે અને પેટ કમિન્સ અને એડમ જામ્પાએ એક-એક વિકેટ લીધી હતી.

ટાર્ગેટના જવાબમાં ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો પાંચમી ઓવરમાં લાગ્યો અને ૪૮ ના સ્કોર પર કેપ્ટન એરોન ફિન્ચ (૧૪) આઉટ થઈ ગયા હતા. ડેવિડ વોર્નરે સ્ટીવન સ્મિથ (૨૯) ની સાથે ૫૪૦ રન જોડ્યા અને તેમના આઉટ થયા બાદ ટીમને ૧૩ મી ઓવરમાં ૧૦૦ ના પાર પહોંચાડવા સિવાય પોતાની ૧૬ મી અડધી સદી પૂરી કરી હતી. અંતિમ પાંચ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે ૪૩ રનની જરૂરત હતી અને તેમની આઠ વિકેટ બાકી હતી, પરંતુ ૧૬ મી ઓવરમાં એલેક્સ કૈરી (૧૪) ના આઉટ થયા બાદ તેમની ઇનિંગ લડખડાઈ ગઈ અને ૨૦ ઓવરમાં ૧૪૬ રન જ બનાવી શકી હતી.

ડેવિડ વોર્નરે ૫૬ બોલમાં ૬૭ રનની અણનમ ઇનિંગ રમી, પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહોતા. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એનગીડીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી અને તેમના સિવાય કાગીસો રબાડા, એનરીક નોર્ટજે અને ડ્વેન પ્રિટોરિયસે એક-એક વિકેટ લીધી હતી. બંને ટીમોની વચ્ચે સીરીઝની નિર્ણાયક મેચ ૨૬ ફ્રેબુઆરીના કેપટાઉનમાં રમાશે.,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here