ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં ટૂર્નામેન્ટની બહાર થયેલી દક્ષિણ આફ્રિકા અને સેમિફાઇનલમાં સ્થાન માટે ઝઝૂમતી શ્રીલંકા વચ્ચે ટક્કર

0
28

વર્લ્ડકપની 35મી મેચમાં ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમ ટકરાશે. દક્ષિણ આફ્રિકાના 7 મેચમાં 1 જીત અને 1 નો રિઝલ્ટ સાથે 3 પોઇન્ટ છે. તે સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ ગયું છે. બીજી તરફ શ્રીલંકાના 6 મેચમાં 2 જીત અને 2 નો રિઝલ્ટ સાથે 6 પોઇન્ટ છે. જો તે પોતાના આગામી ત્રણેય મુકાબલા જીતે તો ક્વોલિફાય કરવાની ઉજળી તક ધરાવે છે. તેવામાં ટૂર્નામેન્ટની બહાર થઇ ગયા પછી દ.આફ્રિકા કેવા અભિગમ સાથે મેદાને ઉતરે છે તે આ મેચનું પરિણામ નક્કી કરશે,.

હેડ ટૂ હેડ
બંને ટીમ વર્લ્ડકપમાં 5 વાર એકબીજા સામે ટકરાઈ છે. દક્ષિણ આફ્રિકા તેમાંથી 3 મેચ જીત્યું છે, જયારે શ્રીલંકા 1 મેચ જીત્યું છે અને 1 મેચમાં ટાઈ પડી હતી. વર્લ્ડકપમાં શ્રીલંકા દક્ષિણ આફ્રિકા સામે છેલ્લા 27 વર્ષથી જીત્યું નથી. 1992ના વર્લ્ડકપમાં શ્રીલંકાએ જીત મેળવી હતી. તે પછી 1999, 2007 અને 2015માં દક્ષિણ આફ્રિકાએ જીત મેળવી હતી. જયારે 2003માં ડકવર્થ લુઈસના આધારે મેચ ટાઈ થઇ હતી. ટૂર્નામેન્ટમાં આગળ વધવા લંકા માટે આજે મેચ જીતવી જરૂરી છે.

વેધર અને પિચ રિપોર્ટ: ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં વરસાદની કોઈ સંભાવના નથી. તાપમાન 15થી 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. પિચથી બેટ્સમેનને મદદ મળી શકે છે. આ ગ્રાઉન્ડ ઉપર છેલ્લી 5માંથી 3 મેચ ચેઝ કરનાર ટીમ જીતી છે.

દક્ષિણ આફ્રિકા: દક્ષિણ આફ્રિકા આજે બ્યુરોન હેન્ડ્રિક્સને કગીસો રબાડાની જગ્યાએ તક આપી શકે છે. વર્લ્ડકપ પછી નિવૃત્તિ લેવાનો હોવાથી જેપી ડુમિનીને એડન માર્કરમની જગ્યાએ ટીમમાં સ્થાન મળી શકે છે. તે સિવાય દ.આફ્રિકા પોતાની ટીમમાં કોઈ ફેરફાર કરે તેમ જણાતું નથી.

દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ 11: હાશિમ અમલા, કવિન્ટન ડી કોક, ફાફ ડુ પ્લેસીસ, જેપી ડુમિની, વાન ડર ડુસેન, ડેવિડ મિલર, એંડીલે ફેલુકવાયો, ક્રિસ મોરિસ, બ્યુરોન હેન્ડ્રિક્સ, લૂંગી ગિડી અને ઇમરાન તાહિર

શ્રીલંકા: ઇંગ્લેન્ડ સામેની જીત પછી શ્રીલંકા પોતાની ટીમમાં કોઈ ફેરફાર કરે તેમ જણાતું નથી. ઇંગ્લેન્ડ સામે શૂન્ય રને આઉટ થયેલા જીવન મેન્ડિસની જગ્યાએ મિલિન્દ સિરિવર્દને અથવા લાહિરૂ થિરિમાનેને તેની જગ્યાએ તક મળી શકે છે.

શ્રીલંકાની સંભવિત પ્લેઈંગ 11: દિમૂઠ કરુણારત્ને, કુશલ પરેરા, આવિષ્કા ફર્નાન્ડો, કુશલ મેન્ડિસ, એન્જલો મેથ્યુઝ, જીવન મેન્ડિસ, ધનંજય ડી સિલ્વા, થિસારા પરેરા, ઈસરૂ ઉદાના, નુઆન પ્રદીપ અને લસિથ મલિંગા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here