બીજી ટેસ્ટ LIVE : બીજા દાવમાં દક્ષિણ આફ્રિકાની બીજી વિકેટ પડી, બ્રૂઇન 8 રને યાદવનો શિકાર થયો

0
28

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે બીજી ટેસ્ટમાં પુણે ખાતે પ્રથમ ઇનિંગ્સમાં 326 રનની લીડ મેળવ્યા પછી દક્ષિણ આફ્રિકા પર ફોલોઓન કર્યું છે. દક્ષિણ આફ્રિકાએ 2 વિકેટે 47 રન કર્યા છે. ડિન એલ્ગર 32 રને અને ડુ પ્લેસીસ 3 રને રમી રહ્યા છે. બ્રૂઇન 8 રને ઉમેશ યાદવની બોલિંગમાં ડાઉન ધ લેગ કીપર સાહાના હાથે કેચ આઉટ થયો હતો. તેની પહેલા એડન માર્કરામ શૂન્ય રને ઇશાંત શર્માની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તે પ્રથમ દાવમાં પણ શૂન્ય રને આઉટ થયો હતો.

કોહલીની કપ્તાનીમાં ભારતે સાતમી વાર ફોલોઓન કર્યું:

ટીમ જગ્યા વર્ષ રિઝલ્ટ
બાંગ્લાદેશ ફાતુલ્લાહ 2015 ડ્રો
વેસ્ટ ઇન્ડિઝ નોર્થ સાઉન્ડ 2016 જીત
શ્રીલંકા કોલંબો 2017 જીત
શ્રીલંકા પાલેકેલ્લે 2017 જીત
વેસ્ટ ઇન્ડિઝ રાજકોટ 2018 જીત
ઓસ્ટ્રેલિયા સિડની 2019 ડ્રો
દક્ષિણ આફ્રિકા પુણે 2019 *

કોહલી હેઠળ ભારતે અગાઉ 6 વાર ફોલોઓન કર્યું હતું. ટીમ ઇન્ડિયાએ તેમાંથી 6 મેચ જીતી હતી, જયારે 2 મેચ ડ્રો રહી હતી. કોહલી પાસે જયારે ફોલોઓન કરવાનો વિકલ્પ હોય પરંતુ તેણે ફોલોઓન ન કર્યું હોય, તેવી સાત મેચ રહી છે. ભારતે તે સાતેય મેચ જીતી છે.

મહારાજ અને ફિલેન્ડરની લડત થકી દ.આફ્રિકાએ 275 રન કર્યા

કેશવ મહારાજ અને વર્નોન ફિલેન્ડરની લડત થકી દક્ષિણ આફ્રિકા ભારત સામેની બીજી ટેસ્ટમાં પુણે ખાતે પ્રથમ દાવમાં 275 રન કર્યા હતા. 162 રનમાં 8 વિકેટ ગુમાવી ત્યારે પ્રોટિયાસની ચોથા દિવસે હાર નિશ્ચિત જણાતી હતી, પરંતુ મહારાજ અને ફિલેન્ડરે 109 રનની ભાગીદારી કરીને ભારત પાસે 105.4 ઓવર બોલિંગ કરાવી હતી. મહારાજે 72 રન કર્યા હતા, જયારે ફિલેન્ડર 44 રને અણનમ રહ્યો હતો. ભારત માટે અશ્વિને 4 વિકેટ, ઉમેશ યાદવે 3 વિકેટ, મોહમ્મદ શમીએ 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.

ભારતની દક્ષિણ આફ્રિકા સામે હાઈએસ્ટ લીડ:

  • 347 કોલકાતા, 2009
  • 326 પુણે, 2019
  • 213 દિલ્હી, 2015
  • 165 જોહાનેસબર્ગ, 2006
  • 136 નાગપુર, 2015

ફાફ ડુ પ્લેસીસ 64 રને અશ્વિનની બોલિંગમાં સ્લીપમાં રહાણેના હાથે કેચ આઉટ થયો હતો. તેની પહેલા એસ મુથુસામી 7 રને જાડેજાની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. કવિન્ટન ડી કોક 31 રને રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં આઉટ થયો હતો. તેણે ડુ પ્લેસીસ સાથે છઠી વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી હતી. બ્રૂઇન 30 રને ઉમેશની બોલિંગમાં કીપર સાહાના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલા નાઈટ વોચમેન એનરિચ નોર્ટજે 3 રને મોહમ્મદ શમીની બોલિંગમાં સ્લીપમાં વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. એડન માર્કરામ, ડિન એલ્ગર અને ટેમ્બા બાવુમા પણ સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા.

ભારતે 601/5 દાવ ડિક્લેર કર્યો, કોહલી 254 રન*, જાડેજા 9 રન માટે સદી ચૂક્યો
ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં પુણે ખાતે 601/5 દાવ ડિક્લેર કર્યો છે. ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ સાતમી બેવડી સદી ફટકારતાં 254* રન કર્યા હતા. તે સિવાય ઓપનર મયંક અગ્રવાલે 108 રન કર્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 91 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. કોહલીએ ટેસ્ટમાં પોતાનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો છે. અગાઉ તેણે શ્રીલંકા સામે 2017માં 243 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે કગીસો રબાડાએ 3 વિકેટ, જ્યારે કેશવ મહારાજ અને એસ મુથુસામીએ 1-1 વિકેટ લીધી હતી. કોહલીની કપ્તાનીમાં ભારતે 10મી વાર 600થી વધુ રન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here