સાઉથની જાણીતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આ ડિરેક્ટર સાથે કરશે લગ્ન? ચર્ચાએ જોર પકડ્યું

0
38

મુંબઈઃ સાઉથની જાણીતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી છેલ્લાં ઘણાં સમયથી પોતાના લગ્નને ચર્ચામાં છે. પહેલાં એવી ચર્ચા હતી કે, અનુષ્કા ક્રિકેટર સાથે લગ્ન કરવાની છે. જોકે તોડા દિવસ બાદ જ અભિનેત્રીએ જાતે જ આ વાતને તદ્દન ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે, તેના સંબંધો કોઈ પણ ક્રિકેટર સાથે નથી.

આ ઉપરાંત અનુષ્કાએ સ્પષ્ટતા કરી હતી કે, તે પેરેન્ટ્સની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની છે. હવે, અનુષ્કા શેટ્ટીના લગ્નને લઈ એવી ચર્ચા થઈ રહી છે કે, તે 44 વર્ષિય ડિરેક્ટર પ્રકાશ કોવેલામુદી સાથે લગ્ન કરવાની છે. પ્રકાશ વર્ષ 2017માં કનિકા ધિલ્લોનથી અલગ થઈ ગયો હતો.

સૂત્રો પ્રમાણે, અનુષ્કા શેટ્ટી ડિરેક્ટર કે રાઘવેન્દ્ર રાવના પુત્ર પ્રકાશ સાથે લગ્ન કરવાની છે તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે અભિનેત્રીએ આ મુદ્દે કોઈ વાત કરી નથી. પ્રકાશ કોવેલામુદીએ ગયા વર્ષે ફિલ્મ ‘જજમેન્ટલ હૈં ક્યાં’થી બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. અનુષ્કા તથા પ્રકાશ પહેલી વખત વર્ષ 2015માં ફિલ્મ ‘સાઈઝ ઝીરો’ના સેટ પર મળ્યાં હતાં. આ ફિલ્મને પ્રકાશ કોવેલામુદીએ ડિરેક્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં અનુષ્કા શેટ્ટીના સંબંધો પ્રભાસ સાથે હોવાની ચર્ચા ચાલતી હતી. પ્રભાસ તથા અનુષ્કા શેટ્ટીએ ત્યાર બાદ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ માત્ર સારા ફ્રેન્ડ્સ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here