Thursday, August 5, 2021
No menu items!
Home50 દિવસથી કોરોના સામે ઝઝૂમતા એસપી બાલાસુબ્રમણ્યમની સ્થિતિ ગંભીર, હોસ્પિટલે બુલેટિન રિલીઝ...
Array

50 દિવસથી કોરોના સામે ઝઝૂમતા એસપી બાલાસુબ્રમણ્યમની સ્થિતિ ગંભીર, હોસ્પિટલે બુલેટિન રિલીઝ કરીને કહ્યું- તેઓ ECMO તથા લાઈફ સપોર્ટ સિસ્ટમ પર

74 વર્ષીય એસ પી બાલાસુબ્રમણ્યમને 5 ઓગસ્ટના રોજ કોરોના થયો હતો. હાલમાં તેમની હાલત ક્રિટિકલ છે. ચેન્નાઈની MGM હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલે 24 સપ્ટેમ્બરની સાંજે હેલ્થ બુલેટિન રિલીઝ કરીને તબિયત અંગે માહિતી આપી હતી. હોસ્પિટલના આસિસ્ટન્ટ ડિરેક્ટર ડૉ. અનુરાધાએ કહ્યું હતું કે એસપીને ECMO સહિત અન્ય લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા છે.

https://www.instagram.com/p/CFhXrBdpT2t/?utm_source=ig_embed

ત્રણ દિવસ પહેલા દીકરાએ કહ્યું હતું, ઝડપથી સાજા થઈ રહ્યા છે

એસપીના દીકરા ચરન એસપીએ ત્રણ દિવસ પહેલા એટલે કે 22 સપ્ટેમ્બરે પિતાની તબિયત અંગે અપડેટ આપતા કહ્યું હતું કે તેઓ સાજા થઈ રહ્યા છે. તેઓ પ્રવાહી લે છે. તેઓ જલ્દીથી ઘરે જવા ઈચ્છે છે.

એકસ્ટ્રા લાઈફ સપોર્ટ સિસ્ટમ આપવામાં આવી

રિપોર્ટ પ્રમાણે, એસપીની સારવાર ડૉ. વી સબાનાયગમ કરી રહ્યા છે. 13 ઓગસ્ટે એસપીને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને પછી પ્લાઝ્મા થેરપી આપવામાં આવી હતી. બ્લડ ક્લોટિંગને રોકવા માટે રેમડેસિવિર તથા સ્ટીરિયોડ્સ આપવામાં આવે છે. ઓક્સિજનનું લેવલ જાળવા રાખવા માટે તેમને પ્રોન પોઝિશન (પેટના બળે)માં રાખવામાં આવ્યા છે. આ સાથે જ એકસ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન સપોર્ટ આપવામાં આવ્યો છે.

5 ઓગસ્ટે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

એસપીએ ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે તેમનામાં કોરોનાના હળવા લક્ષણો છે. પછી તેમણે ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટર્સે તેમને હોમ ક્વૉરન્ટીનની સલાહ આપી હતી. જોકે, પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓ એડમિટ થયા છે. તે સમયે એસપીએ કહ્યું હતું કે તેઓ બે દિવસ બાદ ઘરે પરત ફરશે.

સલમાન ખાન માટે ગીત ગાનાર એસપીનું પૂરું નામ શ્રીપતિ પંડિતરાધ્યુલા બાલાસુબ્રમણ્યમ છે. બાલુના ઉપનામથી લોકપ્રિય એસપીએ 16 ભારતીય ભાષામાં 40 હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. 2011માં તેમને પદ્મ ભૂષણ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments