Tuesday, October 26, 2021
HomeSP-BSPનાં ગઠબંધન બાદ હવે રસપ્રદ બનશે OBC મત બેંકની લડાઈ
Array

SP-BSPનાં ગઠબંધન બાદ હવે રસપ્રદ બનશે OBC મત બેંકની લડાઈ

એસપી-બીએસપી ગઠબંધન બાદ ઓબીસી વોટ બેંક પર પ્રભુત્વ જમાવવાની લડાઈ હવે વધુ રસપ્રદ થઇ જશે. કારણ કે ઉત્તર પ્રદેશની મોટાભાગની નાની પાર્ટીઓ આ મતબેંકથી રાજકારણ રમી રહી છે. ગઠબંધનમાં કોઈ નાની પાર્ટીને જગ્યા મળી નથી, એવી સ્થિતિમાં ઘણુ બધુ નક્કી થશે કે નાની પાર્ટીઓ ક્યા જાય છે.

ભાજપને પડકાર: આંખ બતાવી રહી છે પોતાની સહયોગી પાર્ટીઓ

ઉત્તર પ્રદેશમાં ઓબીસી મતબેંક પર હંમેશા બધી પાર્ટીઓની દ્રષ્ટિ રહી છે. આ વખતે આ વર્ગ વધુ મહત્વપૂર્ણ સાબિત થયો છે. બીએસપી અગાઉની લોકસભા ચૂંટણી અપના દળ સોને લાલની સાથે મળીને લડી હતી. વિધાનસભા ચૂંટણીમાં સુહૈલદેવ ભારતીય સમાજ પાર્ટીમાં આવી ગયા હતાં. આ બંને અત્યારે બીએસપી સાથે છે, પરંતુ સતત સરકાર પર ઉપેક્ષાનો આરોપ લગાવી રહ્યાં છે. બીએસપી પર દબાણ યથાવત છે. બીએસપી સામે તેમને પોતાની સાથે રાખવા અને બીજી એવી પાર્ટીઓની સાથે રાખવાનો પડકાર પણ છે.

ગઠબંધનને પડકાર: ઓબીસી દૂર થઇ જવાનો ડર

જોકે, ગઠબંધનમાં અત્યારે આરએલડીને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. તેનો પશ્ચિમ યૂપીમાં પ્રભાવ છે. નિષાદ પાર્ટી અને પીસ પાર્ટી પણ ગઠબંધનમાં સામેલ નથી, જેના સહયોગથી પેટાચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી હતી. એસપી જાતે ઓબીસી મત બેંકની રાજનીતિ કરી રહી છે. એવામાં ઓબીસીનુ પ્રતિનિધિત્વ કરનારી બધી નાની પાર્ટીઓ વગર આ પાર્ટી કેટલા મત પોતાની સાથે રાખે છે, આ મોટો યક્ષપ્રશ્ન છે. ખાસ કરીને બિન યાદવ ઓબીસીને પોતાની સાથે લાવવાનો પડકાર ગઠબંધન માટે રહેશે. તો શિવપાલ યાદવ એસપીના પરંપરાગત મત બેંકમાં ગાબડુ પાડવા માટે તૈયાર છે.

કોંગ્રેસને પડકાર: અલગ-અલગ પાર્ટીઓને જોડવાનો

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એક મોટી રાજકીય પાર્ટી છે. કોંગ્રેસ અત્યારે એકલા હાથે ચૂંટણી લડી રહી છે. હવે આશા સેવાઈ રહી છે કે જેને બીએસપી અથવા એસપી-બીએસપી ગઠબંધનમાં સ્થાન મળશે નહીં, તેવી નાની પાર્ટી કોંગ્રેસની સાથે જઇ શકે છે. જો તેવી પાર્ટીઓ કોંગ્રેસની સાથે આવે તો કોંગ્રેસ ત્રણ રાજ્યોના વિધાનસભા ચૂંટણીમાં વિજયનો ફાયદો ઉઠાવીને યૂપીમાં પહેલાથી સારું પ્રદર્શન કરી શકે છે. અહીં સવાલ પણ થાય છે કે શું કોંગ્રેસ ઓબીસીનું પ્રતિનિધિત્વ કરનારી આ પાર્ટીઓને પોતાની સાથે લાવી શકશે. આ કોંગ્રેસ માટે પડકાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments