Sunday, October 24, 2021
HomeSP-BSP ગઠબંધનમાં કોંગ્રેસ સામેલ થશે? કોંગ્રસને કરાઇ નવી ઓફર
Array

SP-BSP ગઠબંધનમાં કોંગ્રેસ સામેલ થશે? કોંગ્રસને કરાઇ નવી ઓફર

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીને લઇને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીમાં ગઠબંધનને લઇને કોંગ્રેસ પ્રત્યે નરમ વલણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સપા-બસપા તરફથી કોંગ્રેસને નવી ઓફર મળી છે. એવું જાણવા મળ્યું છે કે સપા-બસપાએ કોંગ્રેસને 9+2 બેઠકોની ઓફર કરી છે. પહેલા કોંગ્રેસ 20 બેઠકોની માંગણી કરી હતી પણ હવે તે કુલ 17 યુપી લોકસભાની બેઠકોની માંગણી કરી રહી છે. જો કે સૂત્રો કહી રહ્યા છે કે અંતમાં કોંગ્રેસ વાટાઘાટો કરીને 13+2=15 ના આંકડા પર સહમત થઇ જશે. નોંધનીય છે કે બસપા-સપાએ પહેલેથી જ 2 બેઠકો-રાયબરેલી અને અમેઠી-ને કોંગ્રેસ માટે છોડી દીધી છે.

 

ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધન પછી કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને પુર્વી યુપીના મહાસચિવ તરીકે મેદાનમાં ઉતાર્યા હતા જેના લીધે બસપા-સપાના ગઠબંધનનું વલણ નરમ થઇ ગયું હતું. આ પહેલા બંન્ને પક્ષોએ 38-38 લોકસભા બેઠકો માટે સહમતિ સાધી હતી તેમજ બે બેઠકો આરએલડી માટે છોડી દીધી હતી. પરિણામે RLD પણ ગઠબંધનમાં સામેલ થઇ ગયુ હતું. શરૂઆતમાં RLDએ કુલ 5 લોકસભા બેઠકોની માંગણી રાખી હતી પરંતુ તેને છેલ્લે 3 બેઠકો મળી હતી. સપાએ તેના ખાતાની એક બેઠક RLDને આપી છે. આમ રાષ્ટ્રીય લોકદળને પશ્ચિમી યુપીની મથુરા, મુઝ્ઝફરનગર તેમજ બાગપત બેઠક મળી છે.

મહત્વની વાત એ છે કે આ વર્ષે જાન્યુઆરીમાં સપા-બસપાએ યુપીમાં ગઠબંધનની શરૂઆત કરી હતી ત્યારે કોંગ્રેસને તેની સાથે રાખવાનો અનિચ્છા જાહેર કરી હતી પરંતુ પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી હવે નવેસરથી યુપી લોકસભાની વધુ બેઠકો જીતવા માટે ગઠબંનની કવાયત હાથ ધરી છે. વધુમાં પહેલા ફઈ-ભત્રીજાની જોડી એમ કહેતી હતી કે કોંગ્રસને ગઠબંધનમાં સામેલ કરીશું તો અમને વધુ બેઠકો ગુમાવવી પડશે પરંતુ હવે તેઓના વલણમાં નોંધપાત્ર ફેર જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments