ઉત્તરપ્રદેશ : સપા નેતા અને દીકરાની ગોળી મારીને ખેતરમાં હત્યા, રાઇફલથી શૂટ કરતો વીડિયો વાયરલ

0
8

સંભલ:. ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં મંગળવારે સવારે સમાજવાદી પાર્ટીના નેતા છોટેલાલ દિવાકર (50) અને તેમના દીકરાની ગોળી મારીને હત્યા કરવામા આવી હતી. બહજોઇ થાણા વિસ્તારના શમભોઇ ગામમાં મંગળવારે સવારે છોટેલાલ તેમના દીકરા સુનીલકુમાર(28) સાથે ખેતરમાં ફરવા નિકળ્યા હતા. ત્યાં વિવાદ બાદ બે આરોપીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું જેમાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ હત્યાકાંડનો વીડિયો પણ સામે આવ્યો છે. સૂચના મળતાજ એસપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસ ટીમ તૈનાત કરવામા આવી છે.

પોલીસ અધિક્ષક યમુનાપ્રસાદે કહ્યું- શમશોઇ ગામમાં મનરેગા અંતર્ગત રસ્તો બની રહ્યો હતો જેને લઇને છોટેલાલ દિવાકર અને સવિંદર વચ્ચે વિવાદ થયો હતો. ત્યાં જીભાજોડી બાદ ગોળી ચાલી હતી. છોટેલાલ દિવાકર અને સુનીલનું મોત થયું છે. અમુક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને આરોપીઓને પકડવા માટે ટીમ બનાવવામા આવી છે. બન્ને વચ્ચે જૂની અદાવત હતી. મૃતદેહોને ઓટોપ્સી માટે મોકલવામા આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here