સ્પેસ ટુર : ટ્રેનિંગ લેવી પડશે

0
23

મિશન સિમુલેશન પર પણ ધ્યાન આપવુ પડશે

૨૦૨૩ પહેલા આ શક્ય બનનાર નથી. સ્પેસ પ્રવાસને લઇને વિશ્વના લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. ટ્રિપને લઇને જુદા જુદા પાસા પર વિચારણા ચાલી રહી છે. ખર્ચને લઇને હાલમાં ભારે દુવિધા છે. કારણ કે બજેટ વધારે હોવાના કારણે હાલમાં સામાન્ય લોકો તો આ મામલે વિચારણા પણ કરી શકે તેમ નથી.

જો કે સ્પેસ ટ્રાવેલ કરવા માટે પણ યાત્રીને વિવિધ બાબતો પર ધ્યાન આપવાનુ રહેશે. હજારો લોકો તો પહેલાથી જ નાણાં પણ ચુકવી ચુક્યા છે. સ્પેસ ટ્રાવેલ સાથે જોડાયેલી મોટા ભાગની જાણારી સત્તાવાર કંપનીઓની વેબસાઇટ પર ઉપબલ્ધ છે. જે આની તૈયારી કરી રહી છે. જો કે વર્જિને માન્યતાપ્રાપ્ત ટ્રાવેલ એજન્ટ પણ નિમી કાઢયા છે. આવી જ રીતે બુગેલો સ્પેસ ઓપરેશન ફરજિયાત રીતે લોકોને પોતાની સ્પેસ ફ્લાઇટના સંબંધમાં વેબસાઇટ પર અપડેટ કરવામાં આવેલી જાણકારી જોવા માટે કહે છે.

સ્પેસ ટ્રાવેલને લઇને અમેરિકાની મહાકાય કંપનીઓ વધારે આશાવાદી બનેલી છે. સ્પેસ ટ્રાવેલ માટે પ્રવાસીને ટ્રેનિગ લેવી પડશે. જેમાં આંતરિક સુરક્ષા નિર્દેશ, મિશન સિમુલેશન, યાનની અંદરની ગતિધી અને અન્ય ટ્રેનિંગ પણ લેવી પડશે. ટ્રેનિંગ અને તૈયારી ત્રણ દિવસથી વધારે સમય સુધી ચાલી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here