Tuesday, September 21, 2021
Homeસ્પેન : પુત્રએ માતાની હત્યા કરીને લાશના 1,000 જેટલા નાનાં નાનાં ટુકડા...
Array

સ્પેન : પુત્રએ માતાની હત્યા કરીને લાશના 1,000 જેટલા નાનાં નાનાં ટુકડા કરીને ખાઈ ગયો

જન્મ આપનારી માતાની સાથે પુત્રએ ક્રૂરતાની હદ પાર કરી દીધી. માતાની હત્યા કર્યા બાદ લાશના એક હજારથી વધુ નાનાં નાનાં ટૂકડા કરી દીધા. આ ટૂકડાને તેને પ્લાસ્ટિકના જારમાં બંધ કરીને ફ્રિજમાં રાખી દીધા. આદમખોર દીકરાએ માતાની લાશના ટૂકડાને એક સપ્તાહ સુધી રાખ્યા. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કર્યા બાદ તેણે પાગલ હોવાનું નાટક શરૂ કરી દીધું, પરંતુ કોર્ટમાં તેનું રહસ્ય સામે આવી ગયું.

કાળજુ કંપાવી દેતી આ ઘટના સામે આવ્યા બાદ સ્પેનના વેન્ટસમાં રહેતો 28 વર્ષીય આલ્બર્ટો સાંચેઝ ગોમેઝને લોકો આદમખોર કહી રહ્યા છે. રિપોર્ટના અનુસાર, આલ્બર્ટો પોતાની માતાની સાથે વેન્ટસના મેડ્રિડમાં રહેતો હતો. એક રાત્રે 68 વર્ષીય માતા સાથે તેનો ઝઘડો થયો હતો. પોલીસના અનુસાર, ગુસ્સામાં આવીને તેણે પોતાની માતાનું ગળુ દબાવીને હત્યા કરી દીધી.

ટૂકડાને પ્લાસ્ટિકના જારમાં બંધ કરીને ફ્રિજમાં રાખ્યા
​​​​​​​
આલ્બર્ટો માતાની લાશના એક હજારથી વધારે ટૂકડા કરી દીધા. લાશના ટૂકડા કરવા માટે તેને આરીનો ઉપયોગ કર્યો. ત્યારબાદ લાશના ટૂકડાને પ્લાસ્ટિકના જારમાં બંધ કરીને ફ્રિજમાં રાખ્યા. આરોપી એક સપ્તાહ સુધી આ ટૂકડાને રાંધીને અને ઘણી વખત કાચા ખાતો હતો. કેટલાક ટૂકડા તેને પોતાના કૂતરાને ખાવા આપ્યા હતા.​​​​​​​

આલ્બર્ટોની માતાના એક મિત્રએ ​​​​​​​ફરિયાદ કરી હતી
ડેલી મેલના રિપોર્ટ અનુસાર, આલ્બર્ટોની માતાના એક મિત્રએ તેના ગુમ થવાની ફરિયાદ કરી હતી, ત્યારે પોલીસ મહિલાની શોધ કરી રહી હતી. પોલીસ તેના ઘરે પહોંચી તો ત્યાંનું દૃશ્ય જોઈને ચોંકી ઉઠી. મહિલાની લાશના ટૂકડા ફ્રિજમાંથી મળી આવ્યા. પોલીસે પુત્ર સાંચેઝની આ વિશે પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો અને તેણે પોતાની માતાની હત્યા હોવાની વાત કબૂલી.

કોર્ટે 15 વર્ષની સજા ફટકારી
​​​​​​​
ત્યારબાદ આ કેસ કોર્ટમાં પહોંચ્યો. મેડ્રિડની એક અદાલતે સાંચેઝને તેની માતાની હત્યા માટે દોષી ઠેરવ્યો છે. કોર્ટે આરોપી પુત્રને 15 વર્ષ અને પાંચ મહિનાની સજા ફટકારી છે. તે ઉપરાંત સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, 19 ફેબ્રુઆરી 2019ના રોજ સાંચેઝની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આલ્બર્ટો 15 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ તે પોતાની માતાની સાથે રહેતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments