સંસદમાં ધક્કા-મુક્કીને લઈને સ્પીકર લાલઘૂમ, સાંસદ સભ્યોને આપી કડક પગલાંની ચીમકી

0
13

એજન્સી, નવી દિલ્હી

દિલ્હી હિંસાને લઈને સંસદમાં બીજા દિવસે પણ સંગ્રામ યથાવત્ છે. સાસંદો વચ્ચે ગઈકાલે ધક્કા-મુક્કી બાદ આજે લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ ફરી હોબાળો થયો હતો. વિપક્ષી સાંસદો દિલ્હી હિંસાને મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યા હતા, જ્યારે સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ બાદ ચર્ચા કરવા જણાવ્યું હતું. સ્પીકરે ગઈકાલના હોબાળા અને ધક્કા-મુક્કી પર વિપક્ષના સાંસદોને ચેતવણી આપતા જણાવ્યું કે જો કોઈ સાંસદ બીજાની બેઠક પાસે જશે, તો તેને સમગ્ર સત્ર સુધી સસ્પેન્ડ કરી દેવાશે.

દિલ્હી હિંહા પર તાત્કાલિક ચર્ચા કરવા વિપક્ષ માગણી કરી રહ્યું હતું. આ અંગે સ્પીકરે જણાવ્યું કે, ‘અગાઉ સહમતી મેળવવામાં આવી હતી કે ગંભીર વિષય સામે આવશે તો, પ્રશ્નકાળ બાદ ચર્ચા થશે. ગઈકાલે ધક્કા-મુક્કી પર પણ સર્વપક્ષીય બેઠકમાં બે વાત પર ચર્ચા થઈ. ગૃહની ઇંદર સત્તા અથવા વિપક્ષનો કોઈપણ સભ્ય એક બીજાની બેઠક પાસે નહીં જાય. જો કોઈ સાંસદ અન્ય સભ્યની બેઠક પાસે જશે તો તેને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાશે. ગૃહ આ રીતે જ ચાલશે.’

સ્પીકરના આ નિવેનદ બાદ ગૃહમાં ફરી હોબાળો શરૂ થયો હતો. કોંગ્રેસના સાંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે સામાન્ય લોકોના પ્રતિનિધિ છીએ. દિલ્હીમાં મૃતકોની સંખ્યા વધી રહી છે. આ વિષય ઉઠાવવાનો અમને અધિકાર આપો. દિલ્હી સળગી રહ્યું છે અને સમગ્ર દેશની નજર તેના પર છે. સરકાર આ મુદ્દે ચર્ચા કરવા નથી ઈચ્છતી. હોબાળો વધતા સ્પીકરે ગૃહની કામગીરી 12 વાગ્યા સુધી સ્થગિત રાખી હતી જો કે બાદમાં ગૃહમાં ફરી હોબાળો થતા 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here