અમેરિકા : સ્પીકર પેલોસીએ ટ્રમ્પ પર દેશને છેતરવાનો આરોપ લગાવ્યો, મહાભિયોગ માટેની તૈયારી શરૂ થઈ

0
19

વોશિંગ્ટનઃ અમેરિકી સંસદના નીચલા ગૃહમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ મંગળવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર દેશને છેતરવાનો આરોપ લગાવ્યો છે. પેલોસીએ કહ્યું કે, ટ્રમ્પે પોતાના હરિફને નુકસાન પહોંચાડવા માટે વિદેશી શક્તિની મદદ લીધી હતી, જેના માટે તેમના વિરુદ્ધ મહાભિયોગ તપાસ કરવામાં આવશે.

ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડાઈમર જેલેસ્કી પર ડેમોક્રેટ નેતા જો બિડેન અને તેમના દીકરા હંટર વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગેના મામલાની તપાસ કરાવવા માટે દબાણ કર્યું હતું. એત વ્હિસલબ્લોઅરે આ મામલે ફરિયાદ કરી હતી. જોકે ટ્રમ્પના કહ્યાં પ્રમાણે, તેઓ જેલેસ્કી સાથે ફોન કોલમાં થયેલી ચર્ચાની વિગત આપવા માટે તૈયાર છે. ટ્રમ્પે તાજેતરમાં જ કબૂલાત કરી હતી કે તેમની અને જેલેસ્કી વચ્ચે બિડેન અંગે ચર્ચા થઈ હતી.

હજુ સુધી ટ્રમ્પે ફોન પર જેલેસ્કી સાથે શું વાત કરી તે અંગેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. જો ક વિપક્ષી ડેમોક્રેટ સાંસદોના કહ્યાં પ્રમાણે, ટ્રમ્પે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેન વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપની તપાસ શરૂ કરવા માટે યૂક્રેનને આર્થિક મદદ અટકાવવા અંગેની ધમકી આપી હતી. યૂરોપિયન દેશ યૂક્રેનની મદદ માટે આગળ આવે એટલા માટે જ મદદને અટકાવવાની વાત કહી હતી.

પેલોસીએ ટ્રમ્પ પર બંધારણીય જવાબદારીઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આ જ સપ્તાહમાં રાષ્ટ્રપતિએ કબુલ્યું છે કે તેમણે યૂક્રેનને એવી કાર્યવાહી કરવાની માંગ કરી જેથી તેમને રાજકીય મદદ મળી શકે. આ માટે રાષ્ટ્રપતિને જ જવાબદાર ગણવા જોઈએ. બિડેને પણ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાનું સમર્થન કર્યું.

શું રાષ્ટ્રપતિપદ પરથી ટ્રમ્પને હટાવાશે?

પેલોસીના મહાભિયોગ તપાસની જાહેરાત બાદ હવે ઓફિશીયલ રીતે ટ્રમ્પ પર લગાવાયેલા આરોપોની તપાસ માટે કમિટિ બનાવાશે. આ કમિટિના રિપોર્ટના આધારે નક્કી કરાશે કે ટ્રમ્પે કઈ બંધારણીય જવાબદારીનું ઉલ્લંઘન કર્યું છે કે નથી. કમિટિના રિપોર્ટના આધારે સંસદ ટ્રમ્પ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે વોટિંગ કરશે. હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવ્સમાં ડેમોક્રેટ બહુમતમાં છે, એટલા માટે ત્યાંથી ટ્ર્મ્પ પર કાર્યવાહી કરવાનો રસ્તો સાફ થઈ શકે છે, પરંતુ ઉપલા ગ-હમાં ટ્રમ્પ પર કાર્યવાહી થવાની શક્યતાઓ ઓછી છે. સીનેટમાં રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here