Thursday, April 25, 2024
Homeકામની વાત : આજથી બેંકિંગ અને ગેસ સિલિન્ડરના ભાવ સહિત 5 મોટા...
Array

કામની વાત : આજથી બેંકિંગ અને ગેસ સિલિન્ડરના ભાવ સહિત 5 મોટા ફેરફારો

- Advertisement -

આજે એટલે કે 1 જૂનથી સમગ્ર દેશમાં ઘણા ફેરફાર થવાના છે. તેની સીધી અસર તમારા પર પણ પડશે. 1 જૂનથી બેંક ઓફ બરોડામાં ચેકથી પેમેન્ટ કરવાની રીત બદલાઈ ગઈ. તે સિવાય આજથી અનલોકની પ્રોસેસ પણ શરૂ થશે. અમે તમને આવા 5 ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ જેની અસર તમારા પર પડશે.

​​​​​​​ગેસ સિલિન્ડર સસ્તો થયો
સરકારે LPG સિલિન્ડરને લઈને થોડી રાહત આપી દીધી છે. સરકારે 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 122 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા રેટ એક જૂનથી લાગુ થઈ ગયા છે. 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. આ ઘટાડાની સાથે દિલ્હીમાં 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડર કિંમત 1473.50 પર પહોંચી ગઈ છે.

બેંક ઓફ બરોડામાં પોઝિટિવ પે સિસ્ટમ લાગુ થઈ
બેંક ઓફ બરોડામાં 1 જૂનથી ચેકથી પેમેન્ટની રીત બદલાઈ ગઈ. છેતરપિંડીથી બચાવવા માટે બેંકે ગ્રાહકો માટે પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત કર્યું છે. આ સિસ્ટમને લાગુ કરવાનો હેતુ ચેક દ્વારા થતી છેતરપિંડીને રોકવાનો છે. ગ્રાહકોને પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેકની ડિટેલ્સ રિકન્ફર્મ કરવી પડશે, જ્યારે તેઓ 2 લાખ રૂપિયા અથવા એનાથી વધુનો ચેક આપે છે.

પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેક જારી કરનારને એ ચેકથી સંબંધિત કેટલીક જાણકારી ઈલેક્ટ્રોનિક રીતે ચુકવણી કરતી બેંકને આપવી પડશે. આ જાણકારી SMS, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અથવા ATM દ્વારા આપવામાં આવી શકે છે.

વધારે ગૂગલને સ્ટોરેજ માટે અલગથી પૈસા આપવા પડશે
ગૂગલ ફોટોમાં હવે અનલિમિટેડ ફોટો અપલોડ નહીં કરી શકાય. ગૂગલના જણાવ્યા અનુસાર, 15GBની સ્પેસ દરેક જીમેલ યુઝર્સને આપવામાં આવશે. આ સ્પેસમાં જીમેલનું ઈમેલ પણ સામેલ છે અને એ ઉપરાંત તમારા ફોટો પણ. એમાં ગૂગલ ડ્રાઈવ પણ સામેલ છે. જો 15GBથી વધારે સ્પેસ યુઝ કરવી હોય તો એના માટે પૈસા આપવા પડશે. અત્યારસુધી અનલિમિટેડ સ્ટોરેજ ફ્રી હતું.​​​​​​​

આજથી ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગની સાઈટ બંધ રહેશે
1થી 6 જૂન સુધી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું ઈ-ફાઈલિંગ પોર્ટલ કામ નહીં કરે તેમજ 7 જૂનના રોજ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સપેયર્સ માટે ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગનું નવું પોર્ટલ લોન્ચ કરશે. ડાયરેક્ટર ઓફ ઈન્કમ ટેક્સના અનુસાર, ITR ફાઈલ કરવાની સત્તાવાર વેબસાઈટ 7 જૂન 2021ના રોજ બદલાઈ જશે. 7 જૂનથી તે http://INCOMETAX.GOV.IN થઈ જશે. અત્યારે એ http://incometaxindiaefiling.gov.in છે.

અનલોક પ્રોસેસ શરૂ થશે
કોરોનાના વધતા કેસોને કારણે દેશમાં જ્યાં લોકડાઉન છે ત્યાં રાહત આપવામાં આવી છે. દેશમાં કોરોનાના કેસ ઓછા થવા લાગ્યા છે. તેથી જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો અને કરિયાણાની દુકાનો ખુલશે. 42 દિવસ બાદ દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular