Friday, March 29, 2024
Homeકામની વાત : ક્રેડિટ કાર્ડ એક એવી ફેસિલિટી જે સ્માર્ટ રીતે મેનેજ...
Array

કામની વાત : ક્રેડિટ કાર્ડ એક એવી ફેસિલિટી જે સ્માર્ટ રીતે મેનેજ કરવી જરૂરી

- Advertisement -

ઘણા લોકો એવું માનતા હોય છે કે, ક્રેડિટ કાર્ડથી વધારે ખર્ચ કરવામાં આવે તો લોનનાં ચક્કરમાં ફસાઈ જવાય છે. આવા વિચારોને લીધે ઘણા ક્રેડિટ કાર્ડ હોલ્ડર વધારે કાર્ડ લેતા નથી. જે લોકો ક્રેડિટ કાર્ડથી ખર્ચ અને બિલની ચૂકવણી સમયસર કરી લેતો હોય, તેમની પાસે જો એકથી વધુ કાર્ડ હોય તો ફાયદો થાય છે. ખરેખર ક્રેડિટ કાર્ડ એક એવી ફેસિલિટી છે, જે સ્માર્ટ રીતે મેનેજ કરવી જરૂરી છે.

ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન અને બિલ ચૂકવણીની છેલ્લી તારીખ દરમિયાન 18થી 55 દિવસ ઈન્ટરેસ્ટ-ફ્રી હોય છે. આ દરમિયાન ટ્રાન્ઝેક્શન પર વ્યાજ લાગતું નથી. શરત એ હોય છે કે, આખું બિલ છેલ્લી તારીખ સુધી ચૂકવી દેવું. એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખતા લોકોએ અલગ-અલગ કાર્ડથી ઈન્ટરેસ્ટ-ફ્રી પીરિયડ પ્રમાણે, મોટા ખર્ચા વહેંચીને આ સુવિધાનો મેક્સિમમ ફાયદો લઈ શકે છે. Paisabazaar.comનાં સીનિયર ડિરેક્ટર સાહિલ અરોરાએ જણાવ્યું કે, તમે ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરીને કેવી રીતે ફાયદામાં રહી શકો છો.

રિવોર્ડ પોઈન્ટ અને અન્ય લાભને જોઈને ટ્રાન્ઝેક્શન કરો
મોટાભાગના ક્રેડિટ કાર્ડ મફત હવાઈ માઈલ જેવા અમુક ખાસ લાભ ધરાવે છે. તમારા બધા કાર્ડની ખાસિયત પ્રમાણે એ રીતે ખર્ચ કરો કે, રિવોર્ડ પ્રોગ્રામ, અન્ય બેનિફિટનો મેક્સિમમ લાભ મળે.

એક કાર્ડનો રિવોર્ડ પૂરો થઈ જતા બીજા કાર્ડનો ઉપયોગ કરો
જે લોકો પાસે એકથી વધારે ક્રેડિટ કાર્ડ છે, તેઓ એક કાર્ડનો રિવોર્ડ પોઈન્ટ પૂરો થઈ ગયા પછી બીજા ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરી શકે છે, જેથી દરેક ખરીદી પર રિવોર્ડ પોઈન્ટ મળતા રહે.

EMI ઓપ્શન અને અન્ય ઓફરનો લાભ લો
અમુક ક્રેડિટ કાર્ડ સિલેક્ટેસ પ્રોડક્ટ્સ અને સર્વિસ પર નો-કોસ્ટ EMI ઓફર કરે છે. આ ઓફરમાં EMI દ્વારા માત્ર ખરીદીનો ખર્ચ જ ચૂકવવાનો હોય છે. તમારા કાર્ડ પર આવી ઓફર છે કે નહીં તે ચેક કરી શકો છો.

રિવોર્ડ પોઈન્ટ એક્સપાયર થયા પહેલાં યુઝ કરી લો
એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખતા યુઝર્સે રિવોર્ડ પોઈન્ટ એક્સપાયર ના થવા દેવા જોઈએ. અમુક ક્રેડિટ કાર્ડમાં બિલ પેમેન્ટમાં રિવોર્ડ પોઈન્ટ વાપરવાની સુવિધા હોય છે. તેનો ફાયદો લેવો જોઈએ.

બિલનું પેમેન્ટ કરવા માટે રિમાઈન્ડર સેટ કરો
બિલ પેમેન્ટની છેલ્લી તારીખ ચૂકી ના જવી જોય તો મોબાઈલ પર રિમાઈન્ડ સેટ કરી શકાય છે. તમે સેવિંગ અકાઉન્ટમાં પણ સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન સેટ કરી શકો છો અને એપની મદદ લઇ શકો છો.

એક ક્રેડિટ કાર્ડ ખોવાઈ કે ચોરાઈ જાય તો ચિંતા નહીં થાય
ક્રેડિટ કાર્ડ ચોરી કે ખોવાઈ જાય તો નવું કાર્ડ મળવામાં સમય લાગે છે. તેવામાં જેની પાસે માત્ર એક જ ક્રેડિટ કાર્ડ હશે, તેણે ડેબિટ કાર્ડ કે પછી કેશથી કામ ચલાવવું પડશે. વધારે ક્રેડિટ કાર્ડ હશે તો આ તકલીફ નહીં થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular