કામની વાત : કોરોનાકાળમાં જો પૈસાની જરૂર હોય તો તમે FD પર લોન લઈ શકો છો

0
0

કોરોના ક્રાઈસિસના કારણે ઘણા લોકોની આવક બંધ થઈ ગઈ છે, જેના કારણે તેમને પૈસાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમને પણ પૈસાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર લોન લઈને આ સમસ્યાને દૂર કરી શકો છો. ઘણી બેંક એવી છે જે FD પર 6%થી પણ ઓછા વ્યાજે લોન આપી રહી છે, જે પર્સનલ લોનની તુલનામાં ઘણા ઓછા છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ બેંક FD પર કેટલા વ્યાજ દરે લોન આપી રહી છે.

કેટલું વ્યાજ આપવું પડશે?
જો તમે FD પર લોન લો છો તો તમારે ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ કરતા 1-2% વધારે વ્યાજ ચૂકવવું પડશે. ઉદાહરણ તરીકે, જો તમને તમારી FD પર 4% વ્યાજ મળી રહ્યું છે તો તમને 6%ના વ્યાજ દરે લોન મળી શકે છે.

કેટલી લોન મળશે?
FDની વેલ્યુના 90% સુધી તમે લોન લઈ શકો છો. ધારો કે તમારી FDની કિંમત 1.5 લાખ રૂપિયા છે તો તમને 1 લાખ 35 હજાર રૂપિયા લોન મળી શકે છે.

કેવી રીતે લોન મળશે?
દેશની સૌથી મોટી બેંક SBI સહિત ઘણી બેંક તેના માટે ઓનલાઈન સુવિધા પણ આપે છે. તે ઉપરાંત તમે બેંકમાં જઈને પણ લોન લઈ શકો છો. આ લોન એક સિક્યોર્ડ લોન છે તેના કારણે આ લોન તમને સરળતાથી મળે છે.

અહીં જાણો કઈ બેંક કયા વ્યાજ દરે લોન આપી રહી છે

બેંક લોનના વ્યાજ દર (%) મહત્તમ લોન
SBI FD રેટ + 1% FDના 90% સુધી
પંજાબ નેશનલ બેંક FD રેટ + 1% FDના 95% સુધી
એક્સિસ બેંક FD રેટ + 2% FDના 85% સુધી
HDFC બેંક FD રેટ + 2% FDના 90% સુધી
બેંક ઓફ બરોડા FD રેટ + 2% FDના 90% સુધી
ઈન્ડિયન બેંક FD રેટ + 2% FDના 90% સુધી
ICICI બેંક FD રેટ + 2-3% FDના 90% સુધી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here