‘આપણી જિંદગી આપણા હાથમાં છે’ વિક્કી કોશલ અને રાજકુમાર રાવે ફેન્સને ઘરમાં રહેવા કરી ખાસ અપીલ

0
10

અત્યારે Corona ની ઈફેકટ પૂરા વિશ્વમાં જોવા મળી રહી છે. દિવસેને દિવસે કોરોનાનો વિનાશ વકરતો જઈ રહ્યો છે. મોતનો આંકડો પણ વધતો જઈ રહ્યો છે. ત્યારે 21 દિવસ માટે પૂરો દેશ લોકડાઉન છે. આવામાં બોલિવુડ સ્ટાર્સ તેમનાં સોશિયલ મીડિયા થ્રુ લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ પણ ઘરમાં જ રહે અને કામ વગર બહાર ન નિકળે.

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર Coronaને લઇને દેશના પીએમ નરેન્દ્ર મોદીથી લઇને નેતાઓ અને ક્રિકેટર્સથી લઇને બોલીવુડ સ્ટાર્સ સુધી સૌકોઇ જાગૃતિ ફેલાવી રહ્યાં છે અને સાથે જ લોકોને અપીલ કરી રહ્યા  છે કે તેઓ ઘરમાં જ રહે જેથી આ વૈશ્વિક મહામારી સામે લડી શકાય. નેશનલ એવોર્ડ વિનર એકટર રાજકુમાર રાવે પણ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને અપિલ કરી છે.

https://www.instagram.com/p/B-HjQGqplir/?utm_source=ig_embed

બીજી તરફ બોલિવુડનાં ઉરી એકટર વીકી કૌશલે પણ તેના સોશિયલ મીડિયા પર તેના ચાહકોને ઘરે જ સલામત રહેવાની અપીલ કરી હતી.વીકીએ કહ્યું હતું કે દેશ લોક ડાઉન છે કારણ કે કોરોનાની કોઈ જ દવા નથી. એટલે આપણી જીંદગી આપણા હાથમાં છે…ઘરે રહો…સુરક્ષિત રહો.

Corona સામે લડત આપવા ‘બાહુબલી’ પ્રભાસે દાન કરી આટલી મોટી રકમ

કોરોના વાયરસથી ફેલાયેલી મહામારી સામે લડવા માટે આખો દેશ એક થઈ ગયો છે અને તમામ લોકો તેની ક્ષમતા અનુસાર સમર્થન કરી રહ્યા છે. ખાસ કરીને જો આપણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો, ઘણા જાણીતા ચહેરાઓએ આ મુશ્કેલીના સમયમાં મદદ માટે આગળ આવી રહ્યાં છે.

તાજેતરમાં ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસે Coronaના સંકટ સામે લડવા માટે મોટી રકમ દાનમાં આપી છે. પ્રભાસે રૂ .4 કરોડની મોટી રકમ દાનમાં આપી છે. પ્રભાસે ગુરુવારે વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાં 3 કરોડ અને આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રી રાહત નિધિને 50 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.

પ્રભાસ હાલમાં જ જ્યોર્જિયાથી પરત ફર્યો છે, જ્યાં તેની આગામી ફિલ્મ ‘પ્રભાસ 20’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. તેની સાથે પૂજા હેગડે પણ હતી. ત્યાંથી પાછા ફર્યા પછી, સાવચેતીના પગલા તરીકે બંને 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહ્યાં હતાં.

Corona સામેની જંગમાં આ સ્ટાર્સ પણ આવ્યા મદદે

પ્રભાસ પહેલા તેલુગુ અભિનેતા પવન કલ્યાણે રાહત ભંડોળનમાં 2 કરોડ આપ્યા હતા. તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ” Corona સામે લડત લડવા માટે, હું આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં 50-50 લાખ રૂપિયાની રકમ દાન આપીશ.”

તેમણે એમ પણ કહ્યું કે, “આવા મુશ્કેલીના સમયમાં આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને સમર્થન આપવા માટે હું એક કરોડ રૂપિયાનું પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં દાન કરીશ. તેમનું અનુકરણીય અને પ્રેરણાદાયી નેતૃત્વ ખરેખર આપણા દેશને આ કોરોના રોગચાળામાંથી બહાર લાવવામાં મદદ કરી રહ્યું છે.”આ ઉપરાંત તેમના ભત્રીજા રામચરણે 1 કરોડ 40 લાખ રૂપિયા, તેલુગુ સુપરસ્ટાર પિતા ચિરંજીવીએ 1 કરોડ અને યુવા સુપરસ્ટાર મહેશ બાબુને રાહત ફંડમાં 1 કરોડનું દાન આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here