પ્રેગ્નન્ટ કરીના કપૂર માટે ‘લાલ સિંહ ચઢ્ઢા’ના સેટ પર ખાસ વ્યવસ્થા, એક્ટ્રેસના સંપર્કમાં આવનારી તમામ વ્યક્તિનો કોરોના ટેસ્ટ ફરજિયાત

0
0

આમિર ખાન તથા કરીના કપૂરે ગયા બુધવાર (26 ઓગસ્ટ)થી મુંબઈમાં ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. હવે ફિલ્મના સેટ પરની રસપ્રદ વાતો સામે આવી રહી છે. સૌથી મોટી વાત એ છે કે સેટ પર આમિર અથવા કરીનાના નિકટના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિએ કોરોનાનો ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. ટેસ્ટ નેગેટિવ આવે પછી જ જે-તે વ્યક્તિ આમિર-કરીનાને મળી શકશે. હાલમાં જ કરીનાએ કહ્યું હતું કે તે બીજી વાર પ્રેગ્નન્ટ છે અને આથી જ સેટ પર કરીનાની સાવચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.

https://www.instagram.com/p/B9wkvwEhXpv/?utm_source=ig_embed

કરીના માટે ખાસ સુવિધા

મેકર્સ જેમ બને તેમ જલ્દીથી કરીનાના હિસ્સાનું શૂટિંગ પૂર્ણ કરવા ઈચ્છે છે. હાલમાં તો કરીનાનો બેબી બમ્પ દેખાતો નથી પરંતુ મેકર્સ કરીના માટે VFXનો ઉપયોગ કરશે. કરીનાના હિસ્સાનું 25 દિવસનું શૂટિંગ બાકી છે. કરીના છેલ્લાં ઘણાં મહિનાથી પોતાના રોલની તૈયારીઓ કરી રહી છે. આમિર ખાને પણ કરીનાની સલામતી માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરી છે. કરીનાની નિકટના સંપર્કમાં આવતા ક્રૂ મેમ્બર તથા એકટર્સનો કોરોના ટેસ્ટ ફરજિયાત છે.

https://www.instagram.com/p/CEjLz6TpcL3/?utm_source=ig_embed

આમિર દર વીકેન્ડ પર મિટિંગ કરે છે

વેબ પોર્ટલ કોઈ-મોઈના અહેવાલ પ્રમાણે, આમિર ખાન આગામી અઠવાડિયાના પ્લાનિંગની ચર્ચા પર દર વીકેન્ડ પર તમામ કલાકારો તથા ક્રૂની સાથે મિટિંગ કરે છે. સેટ પર કોરોનાનો ચેપનું જોખમ ઓછું કરવા માટે શક્ય તેટલી સાવચેતી રાખવામાં આવે છે.

https://www.instagram.com/p/B8iRP3AhLxt/?utm_source=ig_embed

આમિર હાલમાં જ વિવાદમાં સપડાયો

15 ઓગસ્ટના રોજ તુર્કીના પાટનગર ઈસ્તંબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવન હુબેર મેન્શનમાં આમિર ખાન તથા તુર્કીની પ્રથમ મહિલા વચ્ચે મુલાકાત યોજાઈ હતી. તુર્કીની પ્રથમ મહિલા એમીને આમિર ખાન સાથેની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ મુલાકાત બાદથી આમિર ખાન સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here