અમદાવાદ : કોરોનાના કારણે મોતને ભેટલા વ્યક્તિની દફનવિધિ માટે ખાસ કોટન સ્ટ્રેચર

0
15

અમદાવાદ : કોરોનાની મહામારીમાં મોતને ભેટેલા લોકોની અંતિમવિધિમાં ખાસ પ્રોટોકોલ જાળવવાનો હોય છે. જેમાં પરિવાર મૃતદેહને દૂરથી જ જોઇ શકે છે. જ્યાર બાદ મેડિકલ વિભાગની ટીમ દ્વારા મૃતકના અગ્નિસંસ્કાર કે દફનવિધિ કરવામાં આવે છે. પરંતુ દફનવિધિ સમયે કબરના ખાડામાં મૃતદેહને મુકવા દરમિયાન મૃતદેહને સ્પર્શ ન કરવાનો હોવાથી ઉતરથી પછડતો મુકવામાં આવે છે. જેથી મોતનો મલાજો જળવાતો નથી. દફનવિધિ દરમિયાન મૃતકનું સન્માન જળવાય તે માટે અમદાવાદના મોહમદભાઈએ કોટનનું સ્ટ્રેચર બનાવ્યું છે. જેની ચારે તરફે અને વચ્ચેના ભાગે 15 ફૂટ લાંબા દોરડા જોડ્યા છે. જેથી મૃતદેહને સરળતાથી કબરમાં મુકી શકાય.

પ્રોટોકોલના પાલનને પગલે મૃતદેહનો સ્પર્શ કરી શકાતો નથી

કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આપણે ઇટાલીના ચર્ચ અને શબઘરોમાં અનેક મૃતદેહો અંતિમવિધિ માટે દિવસોથી પડ્યા રહ્યાના અહેવાલો મીડિયામાં જોયા છે. પરંતુ કોરાનાની મહામારીને કારણે ભારતમાં થઇ રહેલા મોતની ઘટનાઓમાં પણ હચમચાવી રહી છે. ભારતમાં કોરોનાને કારણે મોતને ભેટેલા લોકોની દફનવિધિ સમયે પ્રોટોકોલનું પાલન કરવાનું હોવાથી મૃતદેહને સ્પર્શ કરી શકાતો નથી. જેથી મૃતદેહને કબરમાં સીધો જ પછડતો મુકવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વીડિયો અમદાવાદના આસ્ટોડીયામાં રહેતા ભજીયાવાળા મોહમદભાઈએ જોયો અને તેમનું હૃદય કંપી ગયું. અને તેમણે આ સમસ્યાનો ઉકેલ લાવવા મૃતદેહને કબરમાં વ્યવસ્થિત મુકી શકાય તે માટે કોટોનનું સ્ટ્રેચર બનાવ્યું. આ સ્ટ્રેચરની ચારે ફરતે અને વચ્ચે 15 ફૂટના દોરડા જોડ્યા. જેથી આ દોરડાની મદદથી હવે મૃતદેહને સ્પર્શ કર્યા વિના કબરમાં દસ ફૂટ નીચે ઉતારી શકાશે.

કોટનનું સ્ટ્રેચરબનાવી 15 ફૂટ લાંબા દોરડા જોડ્યા

મોહમદભાઈએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે મોતને ભેટનારના મૃતદેહની દફનવિધિનો વીડિયો મેં જોયો હતો. જેમાં મૃતદેહને ઉપરથી છોડી દેવામાં આવે છે. જે જોઈને મારુ મન હચમચી ગયું હતું. જેથી મેં વિચાર કર્યો કે કોરોનામાં ભલે મૃત્યુ પામ્યો હોય પણ તેનો મોતનો મલાજો જળવાવો જોઈએ. જેથી પહેલા મેં લાકડાની પેટી બનવાનું વિચાર્યુ પણ બાદમાં તેને 10 ફૂટ નીચે ઉતારવાની તકલીફ પડી શકે છે જેથી મેં કોટનનું સ્ટ્રેચર જ બનાવ્યું. જેમાં 15 ફૂટ લાંબા દોરડા જોડ્યા હતા. જેથી આ મૃતદેહને આરામથી 10 ફૂટ નીચે ઉતરી શકાય. હાલ હું અનેક લોકો માટે આ સેવા કરી રહ્યો છું. આ કપરા સમયમાં લોકોની બીજી મદદ પણ કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here