મહારાષ્ટ્ર : 15 દિવસમાં તૈયાર કરાઈ વિશેષ હોસ્પિટલ, નાગાલેન્ડમાં પીએમઓની દખલગીરીના 5 કલાક બાદ ટેસ્ટિંગ સેન્ટરનું કામ શરૂ

0
33

પૂણે : મહારાષ્ટ્રમાં પહેલી કોરોના સ્પેશ્યલ હોસ્પિટલ પૂણેમાં તૈયાર થઈ ગઈ છે. સસૂન હોસ્પિટલ પરિસરમાં આવેલી આ 11 માળની ઈમારતનું નિર્માણ કાર્ય 2008 થી કામ ચાલી રહ્યું હતું. આ વર્ષે માર્ચ સુધી 75 ટકા કામ પુરું થઈ ગયું હતું. બાકીનું એક વર્ષની અંદર થવાનું હતું. પરંતુ કોરોનાની ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને માત્ર 15 દિવસમાં બાકીનું કામ પુરું કરી લીધું છે. હોસ્પિટલમાં 700 બેડની વ્યવસ્થા છે, સોમવારે આમાં 70થી વધું કોરોના દર્દીઓને શિફ્ટ પણ કરવામાં આવ્યા છે.

PWDના અધીક્ષક રાજેન્દ્ર રહાણએ જણાવ્યું કે, માર્ચમાં જ્યારે અમે આ ઈમારતના નિર્માણના કાર્યને વેગ આપવાનો નિર્ણય કર્યો, ત્યારે પ્લાસ્ટર, પેઈન્ટિંગ, પ્લમ્બર, લિફ્ટનું કામ બાકી હતું. સાફ સફાઈ, અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન, પાણીની પાઈપલાઈન, મેડિકલ ગેસની પાઈપલાઈન અને આ પ્રકારની અન્ય વ્યવસ્થાઓને યુદ્ધ સ્તરે પુરી કરવામાં આવી છે.લોકડાઉનના કારણે કામમાં અડચણ આવી રહી હતી તો ઘરે ઘરે જઈને લોકોને લાવવા અને 15 દિવસની અંદર પેઈન્ટીંગ સાથે જ લિફ્ટ લગાવવાનું કામ પણ પુરુ કરવામાં આવ્યું હતું.

15 દિવસમાં કેવી રીતે પુરુ કર્યું 

  •  9 દિવસમાં ઓક્સિઝન સપ્લાઈ સિસ્ટમ સેટ કરી
  • આખી ઈમારતને એરકન્ડીશન કરવા માટે નવું ટ્રાન્સફાર્મર લગાવાયું
  •  11 માળની ઈમારત માટે 36 કલાકમાં હાઈ-ટેન્શન વીજળી કનેક્શન આપવામાં ગયું, આ પણ એક રેકોર્ડ છે.

હોસ્પિટલમાં 40 વેન્ટીલેટર લગાડવામાં આવ્યા 

કોરોના ગંભીર દર્દીઓને શ્વાસ લેવા માટે વેન્ટીલેટર સપોર્ટ આપવો પડે છે. દેશના સામાન્યથી માંડી મોટી હોસ્પિટલોમાં વેન્ટીલેટરની અછત છે.પરંતુ સસૂન હોસ્પિટલમાં કોરોનાને ધ્યાનમાં રાખીને તેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલના ડીન ડો. અજય ચંદનવાલેએ જણાવ્યું કે. અહીંયા 40 વેન્ટીલેટર ઉપલબ્ધ કરાવાયા છે.

પીએમઓથી ફોન આવ્યો, 5 કલાકમાં ટેસ્ટિંગ સેન્ટરનું કામ શરૂ 

નાગાલેન્ડમાં બે દિવસ પહેલા કોરોનાનો પહેલો કેસ આવ્યો છે. ત્યારબાદ ત્યાંના ડોક્ટર પંકજ ગુપ્તાએ દર્દીની કહાણીનો વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો. તેમણે પીએમઓને પણ ટેગ કર્યો કે બે કલાકમાં જ તેમની પર ફોન આવ્યો હતો અને પાંચ કલાક બાદ જ દીમાપુર અને કોહિમામાં સેન્ટર બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ. નાગાલેન્ડ સ્વાસ્થ્ય મંત્રી એસપી ફોમે જણાવ્યું કે, બે સેન્ટર બનાવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here