Sunday, February 25, 2024
Homeસ્પેશિયલ પ્લાન : જિઓએ અમરનાથ યાત્રીઓ માટે 102 રૂપિયાનો પ્રિપેડ પ્લાન...
Array

સ્પેશિયલ પ્લાન : જિઓએ અમરનાથ યાત્રીઓ માટે 102 રૂપિયાનો પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યો

- Advertisement -

ગેજેટ ડેસ્ક: રિલાયન્સ જિઓએ અમરનાથ યાત્રીઓ માટે જમ્મુ અને કાશ્મીરમાં 102 રૂપિયાનો સ્પેશિયલ પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આપણા દેશમાં અમરનાથની યાત્રા અતિ પવિત્ર ગણાય છે.

દેશનાં અન્ય વિસ્તારોમાંથી પ્રિપેડ યુઝર્સ સરકારી નિયંત્રણોને કારણે જમ્મુ અને કાશ્મીરમાં રોમિંગ પર તેમનાં પ્રિપેડ કનેક્શનનો ઉપયોગ કરી શકતાં નથી. સામાન્ય રીતે રાજ્યમાં મુલાકાતીઓને તેમની ટૂંકી મુલાકાતો માટે નવું પ્રિપેડ સિમ લેવું પડે છે – સામાન્ય રીતે આ નંબરો તેમની મુલાકાત દરમિયાન કામચલાઉ હોય છે.

ગુજરાતમાં આશરે 6.86 કરોડ મોબાઇલ યુઝર્સ છે અને એમાંથી આશરે 95 ટકા પ્રિપેડ યુઝર છે. ખાસ કરીને તેમનાં માટે જિઓએ જમ્મુ અને કાશ્મીરમાં જ વેલિડ નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનનો લાભ જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ જિઓ રિટેલર્સ પાસેથી લઈ શકાશે, જે અમરનાથ યાત્રા દરમિયાન ઉપલબ્ધ છે.

આ માટે યુઝરને નવું કનેક્શન મેળવવું પડશે આ પ્લાન અનલિમિટેડ લોકલ અને નેશનલ વોઇસ કોલ, દરરોજ 100 એસએમએસ, અનલિમિટેડ ડેટા (દરરોજ 0.5 જીબી હાઈ સ્પીડ ડેટા, પછી અનલિમિટેડ 64કેબીપીએસ ડેટા) અને 7દિવસની વેલેડિટી ધરાવે છે.

આ પ્લાન જિઓ એપ સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ નહીં થાય, કારણ કે જિઓ પ્રાઇમ મેમ્બરશિપ આ પ્લાનને લાગુ પડતી નથી. આ પ્લાન દેશનાં અન્ય વિસ્તારોમાંથી યાત્રાળુઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરેલો છે, જેઓ પ્રિપેડ પ્લાન ધરાવે છે. જમ્મુ અને કાશ્મીરમાં દેશનાં અન્ય વિસ્તારોનાં પ્રિપેડ સબસ્ક્રાઇબર્સને રોમિંગની સુવિધા મળતી નથી એટલે યાત્રાળુઓને તેમની યાત્રા દરમિયાન કનેક્ટિવિટીના પડકારનો સામનો કરવો પડે છે.

હવે યાત્રાળુઓ જિઓમાંથી જમ્મુ કાશ્મીરમાં નવું લોકલ પ્રિપેડ કનેક્શન મેળવી શકે છે અને તેમનાં નવા લોકલ જમ્મુ અને કાશ્મીર નંબર સાથે 7-દિવસ અનલિમિટેડ પ્રિપેડ પ્લાન પર નાણાંની સામે શ્રેષ્ઠ સુવિધા મેળવી શકે છે તેમજ તેમની યાત્રા દરમિયાન તેમનાં સગાસંબંધીઓ સાથે સતત જોડાણમાં રહી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular