Wednesday, December 8, 2021
Homeફાયદાકારક : પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ખાસ ટિપ્સ, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બેસ્ટ...
Array

ફાયદાકારક : પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ખાસ ટિપ્સ, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બેસ્ટ છે આ 4 ઉપાય

અત્યારે કોરોનાના સમયમાં ઈમ્યૂનિટી પર ધ્યાન આપવું સૌથી વધુ જરૂરી બની ગયું છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો અને પ્રેગ્નેન્ટ મહિલાઓએ પણ પોતાની ઈમ્યૂનિટી પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓના શરીરમાં ઘણાં ફેરફાર આવે છે. આ દરમ્યાન ઈમ્યૂન સિસ્ટમ નબળી થઈ જાય છે. મહિલાઓની ઈમ્યૂન સિસ્ટમ નબળી થવા પર મહિલા વારંવાર બીમાર પડવા લાગે છે. જેની ખરાબ અસર તેમના સ્વાસ્થ્ય પર અને ગર્ભસ્થ બાળક પર પણ પડે છે. ગર્ભાવસ્થામાં ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવા જાણો કેટલાક સરળ ઉપાય.

  • ઈમ્યૂનિટી પર ધ્યાન આપવું છે જરૂરી
  • પ્રેગ્નેન્સી દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારશે આ 4 સરળ ઉપાય
  • દરેક પ્રેગ્નેન્ટ મહિલાએ અપનાવવી જોઈએ આ ટિપ્સ

પૂરતી ઊંઘ લેવી

તણાવ અને થાકને કારણે ઈમ્યૂનિટી ડાઉન થવા લાગે છે. આ જ કારણથી પ્રેગ્નેન્સી દરમ્યાન પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ અને આરામ પણ કરવો જોઈએ. તેનાથી મહિલાની ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે.

હેલ્ધી ફૂડ ખાવા

ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવા માટે હેલ્ધી ફૂડ્સ ખાવા ખૂબ જ જરૂરી છે. જેથી આ સમયે મહિલાઓએ સ્વાસ્થ્યવર્ધક ખોરાક ખાવો. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર વસ્તુઓ ખાવાથી ઈમ્યૂનિટી વધે છે અને શુગર પણ ઓછી ખાવી.

 

હંસતા રહેવું

હંસવું એ બેસ્ટ એક્સરસાઈઝ છે સાથે જ તે ઈમ્યૂનિટી વધારવામાં પણ મદદ કરે છે. હંસવાથી તણાવ ઓછો થાય છે અને ખુશી વધે છે. તેનાથી ઈમ્યૂનિટી વધારવામાં મદદ મળે છે. જેથી પ્રેગ્નેન્સી મહિલાઓએ હમેશાં હસતા રહેવું.

વિટામિન ડી

વિટામિન ડી એક પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શરીરને બીમારીઓથી બચાવે છે અને ઈમ્યૂનિટી વધારે છે. સાથે જ તે શિશુ અને માંના હાડકાંઓને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન ડી યુક્ત ખોરાક ડાયટમાં સામેલ કરવો જરૂરી છે. જેના માટે તમે ચીઝ અને એગ યોક ખાઈ શકો છો. સાથે જ રોજ સવારે 10 મિનિટ તડકામાં બેસી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments