અમદાવાદ : પોલીસની દરેક ચાર રસ્તે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ, હેલ્મેટ વગર પકડાયેલા પાસે રૂ. 500 દંડ વસૂલાયો

0
0

સમગ્ર રાજ્યમાં હેલ્મેટ પહેરવાના કાયદાના કડક પાલન માટે ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના વડા દ્વારા આજથી 10 દિવસ એટલે કે 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવ રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદમાં આજે સવારથી જ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર લોકોને દંડ કરવામાં આવ્યો હતો. હેલ્મેટ ન પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસની ટીમો ઉતારી દેવામાં આવી હતી.

રાજ્યમાં અમદાવાદ શહેર સિવાય દંડ વસૂલ ન કરતા DGPએ સ્પષ્ટતા કરીહેલમેટ ડ્રાઈવ અંગે રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, હાલ હાઇવે પર ડ્રાઈવ રાખવામાં આવી છે, પરંતુ શહેરમાં પણ કોઈ હેલ્મેટની કાર્યવાહી કરે તો પાબંદી નથી. શહેરમાં પણ હેલ્મેટનો દંડ પોલીસ કરી શકે છે.

રાજ્યમાં અમદાવાદ શહેર સિવાય દંડ વસૂલ ન કરતા DGPએ સ્પષ્ટતા કરી

રાજ્યમાં માત્ર અમદાવાદમાં જ શહેરી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી. અન્યત્ર ક્યાંય શહેરી વિસ્તારમાં ડ્રાઈવ યોજાઈ ન હતી. ત્યારે CN24NEWS એ હેલ્મેટ ડ્રાઈવ અંગે રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, હાલ હાઇવે પર ડ્રાઈવ રાખવામાં આવી છે, પરંતુ શહેરમાં પણ કોઈ હેલ્મેટની કાર્યવાહી કરે તો પાબંદી નથી. શહેરમાં પણ હેલ્મેટનો દંડ પોલીસ કરી શકે છે.

લોકોએ ઘરે હેલ્મેટ ભૂલી ગયાના બહાના કર્યા

વાહનચાલકોએ હેલ્મેટ ન પહેર્યાં હોય તેઓએ પોલીસને અલગ અલગ બહાના બતાવ્યા હતા. જો કે પોલીસે કડક કાર્યવાહી કરી તેઓને દંડ ફટકાર્યો હતો. કેટલાક વાહનચાલકો સાથે CN24NEWS એ વાતચીત કરી હતી તો, તેમણે એક જ બહાના બતાવ્યા હતા કે, હેલ્મેટ ભૂલી ગયો કે આજે ભૂલી ગઈ છું. હેલ્મેટનો કાયદો હોવા છતાં તેમણે હેલ્મેટ વિશે અજાણ હોય એમ જવાબ આપ્યા હતા. જો કે, આ પોલીસની સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવમાં કેટલાક પોલીસકર્મીને ટ્રાફિક પોલીસની નજરમાંથી બચીને જતાં રહ્યાં હતાં.

સામાન્ય લોકોને દંડતી ટ્રાફિક પોલીસે હેલ્મેટ વગરના પોલીસકર્મીને જવા દીધા
(સામાન્ય લોકોને દંડતી ટ્રાફિક પોલીસે હેલ્મેટ વગરના પોલીસકર્મીને જવા દીધા)

 

25 લોકો ડફનાળા પાસે હેલ્મેટ ન પહેરતા દંડાયા

એફ ડિવિઝનના પીઆઇ આર જી.દેસાઈએ જણાવ્યું હતું કે, સવારથી 25 લોકોને શાહીબાગ ડફનાળા પાસે રોકી દંડ વસુલ કર્યો છે અને કામગીરી ચાલી રહી છે. ટ્રાફિક બ્રાન્ચ તરફથી 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ હેલ્મેટના કાયદાના ભંગની ડ્રાઈવ રાખવામાં આવી છે.

ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપ દ્વારા દસ્તાવેજો રજૂ કરાવી શકાશે

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આ દંડની રકમ વસૂલવા માટે જ્યારે પોલીસ કે RTO જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે પુરા પાડવાના રહેશે. આ દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપના કોઈ પણ માધ્યમથી રજૂ કરી શકાશે. જેમની પાસે આ દસ્તાવેજો ડિજિટલી સાથે હશે તેને પોલીસ કે આર.ટી.ઓ દંડ નહીં કરી શકે.

કયા ગુનામાં કેટલો દંડ?

લાયસન્સ, વીમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે. તેમજ અડચણરૂપ પાર્કિંગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો મેમો ફાડવામાં આવશે.

ડફનાળા વિસ્તારમાં જ પોલીસે સવારથી 11 વાગ્યા સુધીમાં 25 લોકોને દંડ ફટકાર્યો
(ડફનાળા વિસ્તારમાં જ પોલીસે સવારથી 11 વાગ્યા સુધીમાં 25 લોકોને દંડ ફટકાર્યો)

 

16 સપ્ટેમ્બરથી નવા સુધારા મુજબ ચાલકને નિયમો લાગુ પડશે

  • ડિજિટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ, હાર્ડ કોપી સાથે નહી હોય તો ચાલશે
  • રસ્તા પર પૂર ઝડપે બાઈક ચલાવવા સામે સખ્તાઈથી કામ લેવાશે
  • લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને 3000 સુધીનો દંડ
  • જાહેર જગ્યાએ રેસ કરવા પર પહેલીવાર રૂ.5000 અને બીજીવાર રૂ.10,000 દંડ
  • હેલ્મેટ ન પહેરનારને 500નો દંડ, RC બુક અને વીમો ન હોય તો 500નો દંડ, બીજી વખત પકડાયા તો 1000 દંડ
  • ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર 1000ના સ્થાને 500 દંડ કરાયો
  • સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો 500 દંડ, બાઈક પર થ્રી સીટર પર દંડ રાખ્યો નથી પણ બને તો બે લોકોએ જ વાહન પર સવાર થવું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here