અપડેટ : BS6 Jawa Classic અને Jawa Forty-Two બાઇકનાં સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ જાહેર થયાં, બંને બાઇક્સ ABSથી સજ્જ હશે

0
0

દિલ્હી. ક્લાસિક લેજન્ડ જાવા બાઇક્સમાં BS6 કમ્પ્લાયન્ટ મોડેલથી જોડાયેલી ડિટેલ્સ, સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ જાણવા મળી રહ્યા છે. Jawa Classic અને Jawa Forty-Two બાઇક્સનાં BS4 મોડેલ કરતાં નવું મોડેલ વધારે હેવી અને પાવરફુલ છે. BS6 જાવા બાઇક્સમાં પહેલાંની જેમ જ 293cc સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ તે નવા એમિશન નોર્મ્સને અનુસરે છે.

એન્જિન ડિટેલ્સ
અપડેટેડ બાઇક્સમાં રાઇડર્સને 26.1bhp પાવર અને 27.05Nm ટોર્ક મળશે. આ જ બાઇકના BS4 વર્ઝનમાં 27bhp પાવર અને 28Nm ટોર્ક મળતો હતો. આ ઉપરાંત, 2 કિલો વધુ વજન ધરાવતા BS6 Jawa Classic અને Jawa Forty-Twoનું કુલ વજન હવે 172 કિલો થઈ ગયું છે. બંને મોડેલમાં સિંગલ ચેનલ અને ડ્યુઅલ ચેનલ ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) આપવામાં આવી છે.

કિંમત
નવી જાવા ક્લાસિક સિંગલ ચેનલ ABSની કિંમત 1.73 લાખ રૂપિયાથી શરૂ થાય છે,જે બ્લેક અને ગ્રે મોડેલની છે. મરૂન કલરના મોડેલની કિંમત 1.74 લાખ રૂપિયા છે. તેમજ, ડ્યુઅલ ચેનલ ABS વેરિઅન્ટની કિંમત 1.82 લાખ રૂપિયા બ્લેક એન્ડ ગ્રે મોડેલ માટે અને 1.83 લાખ રૂપિયા મરૂન મોડેલ માટે રાખવામાં વી છે. તેમજ, BS6 Jawa Forty-Two સિંગલ ચેનલ મોડેલની કિંમત સિંગલ ચેનલ ABS માટે 1.60 લાખ રૂપિયાથી લઇને 1.65 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. ડ્યુઅલ ચેનલ ABS વેરિઅન્ટ્સ 1.69 લાખ રૂપિયાથી લઇને 1.74 લાખ રૂપિયા વચ્ચે ખરીદી શકાશે.

અન્ય કોઈ ફેરફાર નહીં
BS6 કમ્પ્લાયન્ટ મોડેલ્સની કિંમત જૂનાં મોડેલ કરતાં 5,000 રપિયાતી 9,928 રૂપિયા વધારે છે. આ ઉપરાંત, નવી બાઇકમાં અન્ય કોઈ મોટા ફેરફાર કરવામાં નથી આવ્યા. જાવા ડીલરશિપ્સ અને વર્કશોપ્સ દેશભરમાં છે અને કંપની સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરીને પોતાના ગ્રાહકો સુધી પહોંચી રહી છે. બાઇક્સની ઓનલાઇન ડિલિવરી પણ ટૂંક સમયમાં લોન્ચ થાય એવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here