રાજ્યના નવા પોલીસ વડા અંગે અટકળો તેજ : જાણો, કોણ છે પ્રબળ દાવેદાર?

0
26

31મી જુલાઇએ ગુજરાતને મળશે નવા પોલીસ વડા, આ ત્રણ નામ છે મોખરે

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા DGPની નિવૃત થયા બાદ ત્રણ માસનું એક્સટેન્સન આપવામાં આવ્યું હતું. મુદત આગામી 31 જુલાઈએ DGP શિવાનંદઝાની મુદત પૂર્ણ થતા અનેક નામો ચર્ચામાં આવ્યા છે. હવે કોના શીરે DGPનો તાજ મુકાશે તેના પર સૌની નજર છે. ત્યારે DGP માટે નામો પર ચર્ચા ચાલે છે. આશિષ ભાટિયા, રાકેશ આસ્થાની અને એ.કે.સિંઘના નામોની ચર્ચા ચાલી રહી છે.

હાલ અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા અને સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલા રાકેશ અસ્થાના DGPની રેસમાં છે. તેમાં પણ રાકેશ અસ્થાનાના નામની ચર્ચા હાલ ટોપ પર છે.

જણાવી દઈએ, કેન્દ્ર સરકારે ગુજરાત પાસે પેનલ માગતાં સરકારે ત્રણ નામો પસંદ કરીને મોકલી આપ્યાં છે તેથી શિવાનંદ ઝા ને વધુ એક્સટેન્શનની અટકળો અંગે પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા ગયા એપ્રિલ મહિનામાં વયનિવૃત્ત થયાં હતા પરંતુ રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે કેન્દ્ર સરકારે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું પરંતુ હવે બીજીવાર તેમને એક્સટેન્શન મળે તેવી સંભાવના ઓછી છે, કેમ કે રાજ્ય સરકારે કેન્દ્રીય જાહેર સેવા આયોગને નવા પોલીસ વડા માટે ત્રણ નામોની પેનલ મોકલી આપી છે.

સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે કેન્દ્રીય આયોગ ગુજરાત સરકારે મોકલેલા ત્રણ નામો શોર્ટલિસ્ટ કરશે અને તેમાંથી રાજ્યના નવા પોલીસ વડાનું નામ પસંદ કરી ગુજરાતને મોકલશે. આ પેનલમાં સૌથી ટોચ પર આશિષ ભાટીયાનું નામ પસંદ કરવામાં આવ્યું છે એ ઉપરાંત રાકેશ અસ્થાના અને એકે સિંઘનો સમાવેશ થાય છે.

આશિષ ભાટિયાને હાલમાં જ અમદાવાદના પોલીસ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જ્યારે એ.કે. સિંઘ અમદાવાદના પૂર્વ કમિશનર રહી ચૂક્યા છે અને હાલ NSGમાં ડિરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવે છે. તો રાકેશ અસ્થાના હાલ બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીના ડિરેક્ટર જનરલ તરીકે કેન્દ્ર સરકારમાં ફરજ બજાવી રહ્યા છે.

કારોના કાળમાં DGP શિવાનંદ ઝાની સરાહનીય કામગીરી

હાલનાં ડીજીપી શિવાનંદ ઝાની વાત કરવામાં આવે તો, 2018માં તેઓને ગુજરાતના પોલીસ વડા બનાવવામાં આવ્યા હતા. અને 1983 બેન્ચના તેઓ આઈપીએસ ઓફિસર છે. તેઓ 30 એપ્રિલના રોજ રિટાયર થતા હતા. પણ કોરોના મહામારીનાં પગલે સરકારે તેઓને 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. બિહારમાં જન્મેલાં શિવાનંદ ઝાએ માત્ર 22 વર્ષની ઉંમરે યુપીએસસીની પરીક્ષા પાસ કરી દીધી હતી. અને 1983માં તેઓ ગુજરાત કેડરના અધિકારી બન્યા હતા. જે બાદ તેઓએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પોલીસ સુપ્રિટેન્ડેન્ટની ફરજ બજાવી હતી.

ગુજરાતના ડીજીપી બન્યા પહેલાં તેઓ આઈબી ચીફ હતા અને તેનાં પહેલાં તેઓ 3 વર્ષ માટે અમદાવાદનાં પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. અને હાલની કોરોનાની મહામારીમાં પણ તેમના વડપણ હેઠળ ગુજરાત પોલીસે સરાહનીય કામગીરી કરી છે અને અનેક લોકોને કોરોનાના કાળનો કોળિયા બનાવતાં અટકાવ્યા છે. અને પોલીસ દ્વારા ચુસ્ત લોકડાઉનનું પાલન કરાવવામાં પણ સફળ રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here