અટકળો : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર કોંગ્રેસ છોડીને ટીએમસીમાં જોડાય તેવી શક્યતા

0
0

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખજીના પુત્ર અને કોંગ્રેસના નેતા અભિજિત મુખરજી પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ટીએમસીમાં જોડાય તેવી અટકળોને ફરી વેગ મળ્યો છે.

અભિજીત મુખરજીએ ગઈકાલે રાતે મમતા બેનરજીના ભત્રીજા અને ટીએમસીના રાષ્ટ્રિય મહાસચિવ અભિષેક બેનરજી સાથે બેઠક યોજી હતી. અભિજીત મુખરજી  અભિષેક બેનરજીને તેમના ઘરે રાતે મળવા માટે ગયા હતા. જોકે ટીએમસીમાં સામેલ થવા અંગે કોઈ નિવેદન તેમના તરફથી આવ્યુ નથી.

આ પહેલા જ્યારે આ પ્રકારની અટકળો ચાલી હતી ત્યારે અભિજિત મુખરજીએ જ તેને રદિયો આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે, મુખરજી કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડીને પૂર્વ સાંસદ પણ રહી ચુકયા છે. 9 જૂનના રોજ મુખરજીએ પોતાના ઘરે ટીએમસીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને તે પછી તેઓ ટીએમસીમાં જોડાઈ રહ્યા હોવાનુ મનાઈ રહ્યુ હતુ. જોકે એ પછી મુખરજીએ પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે, તેઓ ટીએમસીમાં સામેલ થવાના નથી. એ પછી તેમણે આવુ ટ્વિટ પણ કર્યુ હતુ અને બાદમાં ડિલિટ પણ કરીનાંખ્યુ હતુ.

બીજી તરફ ભાજપમાંથી ટીએમસીમાં જોડાઈ રહેલા નેતાઓની યાદી લાંબી થઈ રહી છે. ભાજપના અન્ય એક નેતા અને અલીપુરદ્વારાના જિલ્લા અધ્યક્ષ પણ ટીએમસીમાં સામેલ થયા છે. ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયેલા સંખ્યાબંધ નેતાઓ ટીએમસીમાં પાછા જોડાવા માટે મમતા બેનરજીને રીતસરના કાલાવાલા કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here