Saturday, September 25, 2021
Homeસટોડિયાઓ ધોવાયાં : હવામાન ખાતાની આગાહીને આધારે સટ્ટો લગાડનારા ઓના 500 કરોડ...
Array

સટોડિયાઓ ધોવાયાં : હવામાન ખાતાની આગાહીને આધારે સટ્ટો લગાડનારા ઓના 500 કરોડ ગુમાવ્યાં

ગુજરાતના ડીસા- ભાભર, રાજકોટ, ભાવનગર, નડિયાદ અને અમરેલી, ઊંઝામાં ચપ્પલ હવામાં ઉછાળ્યા પછી સીધું પડશે કે ઊંધું એની પર પણ ફેક્ટરીઓનો સટ્ટો રમી નાંખતાં ગુજરાતીઓ દર વર્ષે ચોમાસાંમાં વરસાદ સારો પડશે કે નહિં તેની પર એવરેજ રૂ. 850-900 કરોડનો સટ્ટો રમે છે. તેના માટે તેઓ ભારતીય હવામાન વિભાગ, એજન્સીઓ તથા પૌરાણિક- પારંપરિક પધ્ધતિ મારફત કરાતી વરસાદની આગાહીઓ પર આધારીત રહેતા હોય છે. પરંતુ આ વર્ષે સારો વરસાદ પડશે તેવી ધારણામાં સટ્ટો લગાડનારા ગુજરાતીઓના અંદાજે રૂ. 500 કરોડ વરસાદ નહિં પડવાના કારણે ધોવાઇ ગયા છે!

દેશભરમાં વરસાદ આધારિત અંદાજે 1800-2000 કરોડનો સટ્ટો રમાય છે જેમાં ગુજરાતનો હિસ્સો 45-50 ટકા છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં પણ ચોમાસા-વરસાદ આધારીત સટ્ટો છેલ્લા પાંચ-સાત વર્ષથી મોટા પાયે રમાવા લાગ્યો છે. હવામાન ખાતા ચાલુ વર્ષે ભલે સારો વરસાદ દર્શાવી રહ્યું હોય પરંતુ સટ્ટોડિયાઓ તો આગાહીઓથી વિપરીત જ ચાલી રહ્યાં છે. કેમકે હવામાન ખાતા દરમિયાન છેલ્લા એક દાયકાથી કરવામાં આવેલી આગાહી પૈકી 3 આગાહીઓ પણ સાચી પડી નથી. આમ આ વર્ષે પણ સારા વરસાદને નહિં પરંતુ અનિયમિત અને નબળા ચોમાસાને ટાર્ગેંટ કરીને રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત તથા દિલ્હીના પંટરો હવે બાકી સિઝનનો સટ્ટો ગોઠવશે.

કોરોના વાયરસની મહામારી વચ્ચે ભારતીય હવામાન વિભાગે તેની પહેલી આગાહી રજૂ કરી જેમાં દેશમાં સારૂ ચોમાસું એટલે કે 103-105 ટકા વરસાદ પડશે તેવી શક્યતા દર્શાવી છે. કેરળથી પ્રારંભ થતું ચોમાસું એક સપ્તાહ વહેલું આવશે તેવો પણ નિર્દેશ કર્યો હતો પરંતુ અત્યારની વાસ્તવિકતા જોતા દેશના મોટા ભાગના રાજ્યોમાં દર વર્ષની તુલનાએ 20-40 ટકા સુધી વરસાદની ઘટ છે. હવામાન નિષ્ણાતોના મતે ક્લાઇમેટ ચેન્જના કારણે ભારતીય ચોમાસાના સમયમાં ફેરફાર થઇ શકે છે.

ભારતમાં ચોમાસું જૂનથી સપ્ટેમ્બર એમ ચાર માસ સુધી રહેશે જે ખરીફ પાક માટે સૌથી સારા સમાચાર છે. ખેડૂતો ખરીફ સિઝનમાં મગફળી, કપાસ, તલ, મકાઇ, તુવેર, એરંડા, અડદ જેવા મુખ્ય પાકો વરસાદ આધારિત કરતા હોય છે. ભારતીય હવામાન ખાતા ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા તથા સ્કાયમેટ જેવી સંસ્થાઓ પણ દેશમાં ચોમાસાની આગાહી કરી રહ્યાં છે. હવામાન ખાતાના મતે સારા-નબળા અને સામાન્ય ચોમાસું એટલે કેટલો વરસાદ તેની માત્રા દર્શાવી છે જેમાં સામાન્ય કરતા નબળો અને સરેરાશ દેશમાં 887 મિલીમિટર વરસાદની તુલનાએ 93 ટકા વરસાદ, સામાન્ય એટલે 96-100 ટકા જ્યારે વધુ વરસાદ એટલે 105 ટકા, તેનાથી વધુ થાય ત્યારે અતિભારે વરસાદ ગણાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની પેટર્નમાં બદલાવ આવ્યો છે જેના કારણે પાછોતરો વરસાદ સારો થઇ રહ્યો છે. ચોમાસાની સિઝન પણ એક મહિનો લેઇટ પડી છે.

દેશમાં આવેલા સટ્ટાના એપી સેન્ટર

  • ગુજરાત: રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ઉંઝા, રાધનપુર, હારિજ, અમદાવાદ, સુરત, બરોડા…
  • રાજસ્થાન: બાડમેર, બિયાવર, અલવર, જયપુર, ઉદયપુર ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હીના ખેલાડીઓ સામેલ

વરસાદની આગાહી શેના આધારે થાય છે?
હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતમાં આગાહીકારો પવન દિશા, નક્ષત્ર, ટીંટોડીના ઇંડા મૂકવાની પેટર્ન, પક્ષીઓના અવાજ, હોળીની ઝાળ, અખાત્રીજનો પવન, વનસ્પતિ આધારિત, જ્યોતિષ શાસ્ત્ર, ભડલી વાક્યના આધારે ચોમાસું કેવું રહેશે તેના વિશે આગાહી કરે છે.

રેઇન-મોનસુન ઇન્ડેક્સને મંજૂરી પણ ટ્રેડિંગમાં વિલંબ
દેશમાં ઇક્વિટી માર્કેટની જેમ કોમોડિટી માર્કેટમાં પણ વોલ્યુમ ઝડપભેર વધી રહ્યું છે. સોના-ચાંદી, કરન્સી, એગ્રી કોમોડિટી ઉપરાંત એક્સચેન્જ દ્વારા રેઇન અને મોનસુન ઇન્ડેક્સ શરૂ કરવાની પરવાનગી મેળવી છે પરંતુ હજુ સુધી તેમાં ટ્રેડિંગ શરૂ થયા નથી આવનાર સમયગાળામાં વરસાદ આધારિત ટ્રેડિંગ શરૂ થાય તો નવાઇ નહીં.

વરસાદના સટ્ટામાં રમાડનાર કમાય રમનાર ગુમાવે
સટ્ટાના વેપારમાં હંમેશા માટે રમાડનાર વ્યક્તિ જ કમાય છે જ્યારે રમનાર વ્યક્તિને ગુમાવવાનો વખત આવે છે. ગુજરાતમાંથી વરસાદ આધારિત મોટો સટ્ટો રમાય છે. ક્લાઇમેટ ચેન્જના આધારે હવે આગાહીઓ સચોટ ન હોવાથી રમનાર ખેલાડીઓને મોટા પાયે નુકસાની થાય છે. > જિગ્નેશ માધવાણી, ટોરીન વેલ્થ ગ્રુપ.

શહેરવાર વરસાદની આગાહી

શહેર આગાહીતારીખ વાસ્તવિક તારીખ
પ્રવેશ વિદાય પ્રવેશ વિદાય
મુંબઇ 31-5 8-10 5-6 29-9
નવી દિલ્હી 15-6 25-9 20-6 22-9
અમદાવાદ 15-6 30-9 27-6 22-9
સુરત 12-6 2-10 22-6 25-9
ભૂજ 22-6 26-9 30-6 15-9
સુરેન્દ્રનગર 18-6 27-9 27-6 20-9

હવામાન ખાતા દ્વારા ચોમાસાની આગાહી-વાસ્તવિકતા

વર્ષ આગાહી વાસ્તવિકતા
2011 95 101
2012 99 93
2013 98 106
2014 96 88
2015 93 86
2016 106 97
2017 98 95
2018 97 97
2019 105 96
2020 98 109
2021 103*

ગુજરાતમાં 10-15 ટકા વરસાદની ઘટ રહેશે
હવામાન ખાતા દ્વારા દેશભરમાં 103 ટકા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ સરેરાશ 95 ટકા સુધી વરસાદ થશે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 40 ટકા ઘટ છે જે આગામી સમયમાં સારા વરસાદને ધ્યાનમાં લેતા પણ સિઝનના અંતે કુલ 10-15 ટકા ઘટ રહી જશે તેવું અનુમાન છે. > અંકિત પટેલ, વેધર એનાલિસ્ટ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments