93 દિવસ પછી વર્ચુઅલ ફેન્સ સાથે લા લિગા શરૂ થઈ, પહેલી મેચમાં સેવિલાએ રિયલ બેટિસને હરાવ્યું : ખેલાડીઓએ 1 મિનિટનું મૌન રાખ્યું

0
42

( મેચ પહેલા બંને ટીમોના ખેલાડીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ આપવા એક મિનિટનું મૌન રાખ્યું હતું. )

મેચ પહેલા બંને ટીમોના ખેલાડીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ આપવા એક મિનિટનું મૌન રાખ્યું હતું.

સ્પેનિશ ફૂટબોલ લીગ લિગા કોરોનાવાયરસના કારણે માર્ચ મહિનામાં રોકવામાં આવી હતી. 93 દિવસ પછી લીગ ફરી શરૂ થઈ છે. પહેલી મેચમાં સેવિલાએ રિયલ બેટિસને 2-0થી હરાવ્યું. મેચમાં હોમ ટીમ માટે લુકાસ ઓકૈમ્પોસે 56મી મિનિટે પેનલ્ટીને ગોલમાં કન્વર્ટ કર્યો હતો. તેની 6 મિનિટ પછી ફર્નાડોએ બીજો ગોલ કરીને ટીમની લીડ મજબૂત કરી હતી. આ ગોલ લુકાસે આસિસ્ટ કર્યો હતો.

 

લુકાસ 2011 પછી સેવિલાનો બીજો ખેલાડી છે, જેણે સતત 5 લીગ મેચમાં સ્કોર કર્યા છે. છેલ્લી વખત અલવારો નિગ્રેડોએ ક્લબ માટે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

બાર્સેલોનાની પ્રથમ મેચ શનિવારે

આ જીત સાથે સેવિલા 50 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તે રિયલ મેડ્રિડથી માત્ર 6 પોઇન્ટ્સ પાછળ છે. બાર્સેલોનાના 27 મેચમાં 58 પોઇન્ટ્સ છે અને તે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. બાર્સેલોના શનિવારે મેલોર્કા સામે પ્રથમ મેચ રમશે, જ્યારે રિયલ મેડ્રિડ રવિવારે ઇબરનો સામનો કરશે.

બંને ટીમોના ફેન્સ સ્ટેડિયમની બહાર ભેગા થયા

મેચ પહેલા મોટી સંખ્યામાં બંને ટીમના ફેન્સ સ્ટેડિયમની બહાર ભેગા થયા હતા.

મેચ પહેલા નિયમોને ધ્યાનમાં રાખીને બંને ટીમોના ફેન્સ મોટી સંખ્યામાં સ્ટેડિયમની બહાર ભેગા થયા હતા. તેમ છતાં તે સ્ટેડિયમની અંદર નહોતા જઇ શક્યા. મેચ પહેલા બંને ટીમોના ખેલાડીઓએ કોરોનાથી જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી 1 મિનિટનું મૌન ધારણ કર્યું હતું.

વર્ચુઅલ ફેન્સની હાજરીમાં મેચ થઈ

મેચના પ્રસારણમાં ટેકનોલોજિનો ઉપયોગ કરીને ખાલી સ્ટેડિયમમાં દર્શકોની હાજરી દર્શાવવામાં આવી હતી. વર્ચ્યુઅલ ફેન્સ હોમ ટીમના રંગમાં દેખાયા. જ્યારે ગોલ થયો ત્યારે પ્રેક્ષકોનો પહેલેથી રેકોર્ડ કરેલો અવાજ પ્લે થયો હતો. જોકે, અવાજ એટલો ઓછો હતો કે મેચ દરમિયાન મોટાભાગે તે સંભળાયો ન હતો. તે જ સમયે, ઘણા દર્શકો સ્ટેડિયમની આજુબાજુની બિલ્ડિંગની ટેરેસ પર ઉભા રહીને મેચ જોવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here