Friday, March 29, 2024
Homeચર્ચાનું કેન્દ્ર : સ્પાઈસ હેલ્થની CEO અવનિ સિંહે ભારત સરકારને પ્રાઈવેટ સેક્ટરમાં...
Array

ચર્ચાનું કેન્દ્ર : સ્પાઈસ હેલ્થની CEO અવનિ સિંહે ભારત સરકારને પ્રાઈવેટ સેક્ટરમાં વેક્સિનેશન માટે અપીલ કરી

- Advertisement -

સ્પાઈસ જેટના ચેરમેન અજય સિંહની દીકરી અવનિ સિંહ સ્પાઈસ સ્ટાર એકેડમીની તરફથી પ્રાઈવેટ પાયલટ લાઈસન્સ પ્રાપ્ત કરનારી પહેલી કેડેટ પાયલટ છે. અત્યારે તે ભારત સરકાર સાથે પ્રાઈવેટ સેક્ટરમાં વેક્સિનેશનની માગને લઈને ચર્ચામાં છે. તેને સરકારને અપીલ કરતા કહ્યું કે- ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત છે. આવી સ્થિતિમાં આપણા દેશની જનતાને બચાવવા માટે એકમાત્ર ઉપાય વેક્સિનેશન જ છે. આપણી સરકારે પ્રાઈવેટ સેક્ટરમાં વેક્સિનના નિર્માણ અને ખરીદીના દરમાં વધારો કરવો જોઇએ. તેણે એમ પણ માન્યું કે, વેક્સિનને લઈને જે પ્રયાસ આપણા દેશમાં કરવામાં આવી રહ્યા છે, તે પૂરતા નથી.

અવનિના અનુસાર, જો આપણી લેબ અને હોસ્પિટલ ઈન્ટરનેશનલ વેક્સિન જેમ કે ફાઈઝર, મોડર્ના અને હૈદરાબાદ સ્થિતિ કોવેક્સિનની સંખ્યા વધારે છે તો નિશ્ચિત રીતે દેશમાં વેક્સિનેશન ડ્રાઈવ વધશે. કોરોનાના પ્રકોપથી બચવા માટે અવનિએ દેશવાસીઓને તેમની ઈમ્યુનિટી વધારવા માટે કહ્યું છે. અવનિએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પબ્લિક પોલિસીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ગત વર્ષે ઓક્ટોબરમાં જ્યારે કોરોનાનો પ્રકોપ જારી હતો ત્યારે અવનિ નવી દિલ્હીની કન્સલ્ટન્સી ફર્મ મેકેન્સીમાં એનાલિસ્ટની જોબ કરી રહી હતી. તે દિવસોમાં તેણે પોતાના પિતાની સાથે સ્પાઈસ હેલ્થને સેટ કરવાના હેતુથી નોકરી છોડવાનો નિર્ણય કર્યો.

મેકેન્સીના પોતાના અનુભવને યાદ કરતાં અવનિએ જણાવ્યું કે, ત્યારે દરરોજ તેની પાસે લગભગ 30 લોકોના ફોન આવતા હતા જેમને હોસ્પિટલમાં બેડ ન મળવા, ઓક્સિજન કન્સ્ટ્રેટરનો અભાવ અથવા કોરોના ટેસ્ટના રિપોર્ટ ચાર દિવસ આવવાની ફરિયાદ કરતા હતા કેમ કે રિપોર્ટ આવ્યા બાદ જ તેમની યોગ્ય સારવાર થઈ શકતી હતી. તે દિવસો દેશમાં એવી ધારણા હતી કે મહામારી નાબૂદ થઈ ગઈ છે. જ્યારે આવું હતું જ નહીં.

તે સમયે અવનિ વર્ક ફ્રોમ હોમ કરી રહી હતી અને તે સારી રીતે જાણતી હતી કે કોરોના ક્યાંય ગયો નથી. આ બીમારી ગમે ત્યારે પાછી આવી શકે છે. આ બીમારીથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સતત વધી રહી હતી અને આ દરમિયાન અવનિને ઘણા સરકારી અધિકારીઓ સહિત દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીને મળવાની તક મળી. તેણે એ પણ જણાવ્યું હતું કે, કેવી રીતે કોરોના ટેસ્ટિંગ સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચી ગયું છે અને સમયસર RT-PCR ટેસ્ટ ન થવાને કારણે ઘણા દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

અવનિના અનુસાર, ભારતમાં લોકો કોરોના ટેસ્ટનો ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ હોવા જોઈએ. અવનિએ ગત વર્ષે મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરીઝ શરૂ કરી હતી જેને દિલ્હીમાં કેટલાક ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular