જાન્યુઆરીથી મે સુધીમાં ફ્લાઈટ કેન્સલેશનના કારણે સૌથી વધુ 70,060 પેસેન્જર્સ સ્પાઈસજેટથી પ્રભાવિત થયા હતા. એરલાઈને આ પેસેન્જર્સને વળતર તરીકે કુલ 1.27 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. આ મામલામાં ઈન્ડિંગોનો બીજો નંબર છે. તેણે 62,958 પેસેન્જર્સને કુલ 12.14 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે લોકસભામાં આ માહિતી આપી છે.
એર ઈન્ડિયાના 37079 પેસેન્જર્સ પ્રભાવિત થયા
જેટ એરવેઝના કેન્સલેશનથી પ્રભાવિત 50,920 પેસેન્જર્સને 53.31 કરોડ રૂપિયા વળતર તરીકે આપવામાં આવ્યા છે. દેવાળિયા પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા જેટ એરવેઝે 17 એપ્રિલે સંચાલન બંધ કર્યું હતું. અગાઉ એરલાઈને મોટી સંખ્યામાં ઉડ્ડાન રદ કર્યા હતા. જાન્યુઆરીથી મેની વચ્ચે એર ઈન્ડિયાના 37,079 પેસેન્જર્સ કેન્સલેશનથી પ્રભાવિત થયા હતા. એરલાઈને તેમને 89.4 લાખ રૂપિયા વળતર આપ્યું હતું.