સ્પોર્ટ્સ : ટીમની ઓલરાઉન્ડર નેહા ચાવડાને ખેલાડીઓ મેદાનમાં રેવડી કહે છે

0
12

ગુડ બોલ રેવડી…, આવુ રવિન્દ્ર જાડેજાને નહિ પરંતુ સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ટીમની ઓલરાઉન્ડર નેહા ચાવડાને ટીમના ખેલાડીઓ મેદાનમાં રેવડી કહીને બોલાવે છે.

હાલ ચાલી રહેલી સિનિયર વૂમન વન ડે ટૂર્નામેન્ટમાં રેલવે સામે શાનદાર બોલિંગ કરી મહત્વની ચાર વિકેટ ખેડવનાર નેહા મુળ જામનગરની છે. રવિન્દ્ર જાડેજાની અન્ડર-19 વર્લ્ડ કપમાં બોલિંગ જોઇ પ્રભાવિત થઇ અને કાકાના માર્ગદર્શનથી 11 વર્ષ પહેલા ક્રિકેટની રમત સાથે જોડાઇ. પોતે પણ ડાબોડી બોલર હોય રવિન્દ્રભાઇએ તેમજ કોચ મહેન્દ્રસિંહ સરે સચોટ માર્ગદર્શન આપ્યું. ટીમ ઈન્ડિયાના રવિન્દ્ર જાડેજાની ટીપ્સથી નેહા ચાવડાએ પણ પોતાની કારકિર્દીમાં લેફ્ટ આર્મ સ્પિનર બની.

રવિન્દ્ર અસલ બોલિંગ સ્ટાઈલના કારણે તેને રેવડી કહે છે
રવિન્દ્રભાઇની જેમ જ અસ્સલ બોલિંગ સ્ટાઇલ હોવાને કારણે પોતાને બધા નેહાને બદલે રેવડી કહીને જ બોલાવે છે. ક્રિકેટ રમવાનું ઝનૂન એટલું બધુ હતુ કે જામનગરમાં બોયઝની ક્રિકેટ ટૂર્નામેન્ટ હોય તો પોતે બોયઝ સાથે રમી ઓલરાઉન્ડ પ્રદર્શન કરે છે. અગિયાર વર્ષના ક્રિકેટ કારકિર્દીમાં સૌરાષ્ટ્ર વતી અન્ડર-19, 24 તેમજ વેસ્ટ ઝોન અને 2011-12માં ઇન્ડીયા કેમ્પ કરી ચૂકેલી નેહા ઉર્ફે રેવડીએ આ સિઝનની સિનિયર વૂમન વન ડે ટૂર્નામેન્ટમાં પાંચ મેચમાં કુલ 47 ઓવર ફેંકી 10 વિકેટ ખેડવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here