કોરોનાવાયરસ પર ચેતવણી : WHOએ કહ્યું- ખુલી જગ્યાઓ પર ડિસઇન્ફેક્ટન્ટ છાંટવાથી વાયરસ મરતો નથી, આવું કરવું સ્વાસ્થ્ય માટે જોખમી છે

0
4

જેનેવા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ચેતવણી આપી છે કે ખુલ્લામાં જીવાણુનાશક (ડિસઇન્ફેક્ટન્ટ) છાંટવાથી કોરોનાવાયરસ મારતો નથી, પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે. WHOએ શનિવારે આ ચેતવણી જારી કરી હતી.

WHOએ જણાવ્યું છે કે, શેરીઓ અને બજારોમાં ડિસઇન્ફેક્ટન્ટના સ્પ્રે અથવા ફ્યૂમિગેશનથી ફાયદો થતો નથી કારણ કે તે ધૂળ અને ગંદકીને કારણે નિષ્ક્રિય થઇ જાય છે. તે પણ જરૂરી નથી કે બધી સપાટી કેમિકલ સ્પ્રેથી કવર થઇ જાય છે અને તેની અસર જ્યાં સુધી જંતુઓ દૂર કરવા માટે જરૂરી હોય ત્યાં સુધી રહેશે.

કોઈ વ્યક્તિ પર સીધું સ્પ્રે કરવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે

WHO કહે છે કે, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ પર સ્પ્રે નાખવું જોઈએ નહીં. તેનાથી શારીરિક અને માનસિક નુકસાન થઇ શકે છે. આવું કરવાથી ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા વાયરસ ફેલાવાનું જોખમ પણ ઓછું થતું નથી. ક્લોરિન અને અન્ય ઝેરી કેમિકલ આંખો અને સ્કિનને લગતી સમસ્યાઓ પેદા કરી શકે છે. શ્વાસ લેવામાં મુશ્કેલી અને પેટ-આંતરડાના રોગો પણ થઈ શકે છે.

ડિસઇન્ફેક્ટન્ટમાં ભીના કપડાથી સફાઈ કરવી જોઈએ

ઇન્ડોર એરિયામાં પણ સ્પ્રે અને ફ્યૂમિગેશનનો સીધો ઉપયોગ કરવો જોઈએ નહીં, પરંતુ તેનો કપડાંને ભીના કરીને ઉપયોગ કરવો જોઈએ. કોરોનાવાયરસ અલગ વસ્તુઓ અને કાર્યકારી સ્થળોની સપાટી પર હોય શકે છે. તે કેટલો સમય ટકી શકે તેની કોઈ સચોટ માહિતી નથી.

કોરોનાના 8 વેક્સીન પર ટ્રાયલ ચાલુ

કોરોનાવાયરસની વેક્સીન પર વિશ્વભરમાં કામ ચાલુ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં, અમે કોરોના વેક્સીન તૈયાર કરીશું. ચીનના આરોગ્ય અધિકારી ઝાંગ વેનહોંગે ​​શનિવારે કહ્યું હતું કે આ વેક્સીન આવતા વર્ષે માર્ચ સુધીમાં મળી શકે છે. ડબ્લ્યુએચઓ અનુસાર, વિશ્વભરમાં 8 કોરોના વેક્સીન માટે ક્લિનિકલ ટ્રાયલ ચાલુ છે, જ્યારે 110 વેક્સીન ડેવલપમેન્ટના વિવિધ સ્ટેજ પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here