Saturday, September 18, 2021
Homeજાસુસી : દિલ્હી સીએમનાં પુર્વ સહયોગી એ કે જૈનનું નામ પેગાસસની જાસુસી...
Array

જાસુસી : દિલ્હી સીએમનાં પુર્વ સહયોગી એ કે જૈનનું નામ પેગાસસની જાસુસી લિસ્ટમાં સામેલ

બિજેપીનાં પુર્વ ડીજી કેકે શર્મા, ઇડીનાં સિનિયર અધિકારી રાજેશ્વર સિંહ અને દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલનાં પુર્વ સહયોગી એ કે જૈનનું નામ પણ પેગાસસની જાસુસી લિસ્ટમાં સામેલ હતું.

ધ વાયરની સોમવારે પ્રકાશિત નવી રિપોર્ટનાં જણાવ્યા મુંજબ આ લોકોનાં ફોન નંબરો પણ સંભવિતોનાં લિસ્ટમાં સામેલ હતા, તે ઉપરાંત રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોનાં એક પુર્વ અધિકારી, પીએમઓનાં એક અધિકારી, તથા સેનાનાં બે કર્નલોને પણ જાસુસીનાં આ લિસ્ટમાં સમાવેશ થાય છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પેગાસસ સ્પાયવેર દ્વારા સર્વેલન્સ માટે કુલ 50,000 ફોન નંબરોનો ડેટા બનાવવામાં આવ્યા હતો. ફ્રાંસની નોન પ્રોફિટ ફોરબિડન સ્ટોરીઝને આ ડેટાબેઝ સૌ પ્રથમ વખત મળ્યો.

તેમણે ભારત સહિત 10 દેશોના મીડિયા સંગઠનોના કન્સોર્ટિયમ સાથે આ માહિતી શેર કરી હતી. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલએ આ લિસ્ટમાં શામેલ નંબરોનો ઉપયોગ કરીને 67 ઉપકરણોનું વિશ્લેષણ કર્યું. તેમાંથી, 37 ને પેગાસસ દ્વારા હેક કરાયા હોવાનું મનાય છે. આ 37 નંબરોમાંથી 10 ભારતનાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments