Wednesday, September 29, 2021
Homeજાસૂસી કાંડ ચર્ચાનો વિષય : પેગાસસ કરતાં પણ ખતરનાક એન્ડ્રોઈડ અને એપલ
Array

જાસૂસી કાંડ ચર્ચાનો વિષય : પેગાસસ કરતાં પણ ખતરનાક એન્ડ્રોઈડ અને એપલ

હાલ ભારત સહિત ગ્લોબલી પેગાસસ જાસૂસી કાંડ ચર્ચાનો વિષય બન્યો છે. પેગાસસથી જે લોકો પર જાસૂસી કરવામાં આવતી તેનાં લિસ્ટમાં ટેલિગ્રામના ફાઉન્ડર પાવેલ ડુરોવનું નામ પણ સામેલ છે. ટેલિગ્રામના ફાઉન્ડર પાવેલ ડુરોવનું કહેવું છે કે તેઓ વર્ષ 2011માં રશિયામાં રહ્યા ત્યારથી તેમને જાસૂસી થતી હોય તેવા માહોલમાં રહેવાની આદત છે. આ જ કારણે જ્યારે તેમને માલુમ થયું કે પેગાસસ સ્પાયવેરથી તેમની જાસૂસી થઈ રહી હતી તો આ સાંભળી તેમને આઘાત લાગ્યો નહિ.

ડુરોવનું કહેવું છે કે આ વાત પહેલાંથી જ તેઓ જાણતાં હતા કે તેમની જાસૂસી વર્ષ 2018થી કરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે એન્ડ્રોઈડ અને એપલ પેગાસસ કરતાં પણ ખતરનાક છે. તે પોતાના બિઝનેસ પ્રોફિટ માટે સરકારની વાતો માની તેમને ડેટા આપી રહ્યા છે.

પેગાસસ કરતાં પણ ખતરનાક એન્ડ્રોઈડ અને iOS
પાવેલે કહ્યું કે એન્ડ્રોઈડ અને iOS જેવી ઓપરેટિંગ સિસ્ટમ સામે પેગાસસ માત્ર જાસૂસીનો એક નમૂનો છે. આ પ્લેટફોર્મ સરકાર આગળ નમતું મૂકે છે અને યુઝર્સની પ્રાઈવસી સાથે ચેડાં કરે છે. સરકાર યુઝર્સ ડેટાનો તેમની મરજી પ્રમાણે ઉપયોગ કરે છે.

એન્ડ્રોઈડ અથવા iOS લોકોની મજબૂરી
ટેક્નોલોજીને લીધે લોકોનું કામ સરળ બન્યું છે, પરંતુ પ્રાઈવસી ભંગ નામનું જોખમ સૌ કોઈ પર તોળાઈ રહ્યું છે. યુઝર્સને ખબર હોય છે કે એન્ડ્રોઈડ અને iOSથી પ્રાઈવસીનું જોખમ હોય છે તો પણ આ ઓપરેટિંગ સિસ્ટમની પસંદગી સિવાય તેમના પાસે કોઈ ઓપ્શન નથી. આ બંને સિવાય અન્ય કોઈ ઓપરેટિંગ સિસ્ટમ બની જ નથી.

કોમ્પિટિશનથી ઓપ્શન મળશે
ડુરોવનું કહેવું છે કે તેઓ આ માર્કેટમાં પણ કોમ્પિટિશન ઈચ્છે છે. તેથી લોકોને ઘણા ઓપ્શન મળી શકે અને પ્રાઈવસી સાથે ચેડાં કરનાર સિસ્ટમથી યુઝર્સ દૂર રહે. આ પહેલાં પણ ડુરોવ એપલ અને ગૂગલની આલોચના કરી ચૂક્યા છે. ગયા વર્ષે તેમણે વેચેલા ડિજિટલ કન્ટેન્ટ પર 30% સેલ્સ ટેક્સ લગાવવા માટે કંપનીઓ પર ફટકાર લગાવી હતી.

એપલ અને ગૂગલ તમામ પ્રોડક્ટ પર 30%નો સેલ્સ ટેક્લ લે છે
એપલ અને ગૂગલ દુનિયાના દરેક મોબાઈલ ફોન પર અને જે ડિજિટલ પ્રોડક્ટ પર તેમની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય તેના પર 30%નો સેલ્સ ટેક્સ લે છે. તેને લીધે યુઝર્સે વધારે કિંમત ચૂકવવી પડે છે. માર્કેટને રેગ્યુલેટ કરનાર પણ 10 વર્ષ સુધી લાગુ મનમરજી ટેક્સની કિંમતો પર ધ્યાન નથી આપી રહ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments