વિવાદ : શ્રીલંકાની નેવીએ ભારતની સમુદ્રસીમા પાર કરી બે હજારથી વધારે માછીમારો પર હુમલો કર્યો

0
0

રામેશ્વરમ: તમિલનાડુના બે હજારથી વધુ માછીમારો પર સોમવારે શ્રીલંકાની નેવાએ હુમલો કર્યો હતો. રામેશ્વરમમાં માછીમારોની સંસ્થાના અધ્યક્ષ પી સેસુરાજાએ જણાવ્યું કે માછીમારો શહેરથી થોડે દૂર જ ભારતની જળસીમામાં માછલી પકડી રહ્યા હતા. આ દરમિયાન શ્રીલંકાના સૈનિકોએ તેમની જાળ પકડી લીધી. તેના લીધે તેમને ભાગવું પડ્યું.

માછીમારોને ગોળી મારવાની ધમકી આપી ચૂક્યું છે શ્રીલંકા
આ પહેલા શ્રીલંકાની નેવીએ 14 સપ્ટેમ્બરના 4 માછીમારોને નેંદુનથીવુ પાસેથી પકડી લીધા હતા. શ્રીલંકાનું કહેવું હતું કે આ માછીમારો તેમની સમુદ્રસીમામાં ઘૂસી ગયા હતા. આ પહેલી વખત નથી જ્યારે શ્રીલંકાએ ભારતના માછીમારોને પકડ્યા હોય. ઘણી વખત માછીમારો માછલી પકડવા માટે શ્રીલંકીની સીમામાં જતા રહે છે. તેને લઇને બન્ને દેશો વચ્ચે એક સમયે વિવાદ ઘણો વધી ગયો હતો. શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે એ 2015માં કહ્યું હતું કે જો ભારતના માછીમારો સીમા પાર કરશે તો અમે તમને ગોળી મારી દઇશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here