સ્પોર્ટ્સ : શ્રીલંકાએ 31 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 181 રન કર્યા છે. આવિષ્કા ફર્નાન્ડો 36 રને અને કુસલ મેન્ડિસ 39 રને રમી રહ્યા છે. કુશલ પરેરા બ્રેથવેટની બોલિંગમાં ડીપમાં શોટ રમ્યા પછી 2 રન દોડવા જતા કોતરેલ/બ્રેથવેટ દ્વારા રનઆઉટ થયો હતો. તેણે 51 બોલમાં 64 રન કર્યા હતા. તે પહેલાં દિમૂઠ કરુણારત્ને જેસન હોલ્ડરની બોલિંગમાં કીપર શાઈ હોપના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 48 બોલમાં 32 રન કર્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ લીધી
વર્લ્ડકપની 39મી મેચમાં ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને બોલિંગ લીધી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં કેમર રોચની જગ્યાએ શેનોન ગેબ્રિયલ રમી રહ્યો છે. જયારે શ્રીલંકાએ પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. જયારે શ્રીલંકાએ પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. લાહિરૂ થિરિમાને, જેફરે વેન્ડરસે અને કસુન રજિથને જીવન મેન્ડિસ, સુરંગા લકમલ અને થિસારા પરેરાની જગ્યાએ રમાડવામાં આવ્યા છે.
વેસ્ટ ઇન્ડિઝની પ્લેઈંગ 11: ક્રિસ ગેલ, શાઈ હોપ, સુનિલ એમ્બ્રીસ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, કાર્લોસ બ્રેથવેટ, ફેબિયન એલેન, શેલ્ડન કોતરેલ, કેમર રોચ અને ઓશેન થોમસ
શ્રીલંકાની પ્લેઈંગ 11: દિમૂઠ કરુણારત્ને, કુશલ પરેરા, લાહિરૂ થિરિમાને, આવિષ્કા ફર્નાન્ડો, કુશલ મેન્ડિસ, એન્જલો મેથ્યુઝ, ધનંજય ડી સિલ્વા, ઈસરૂ ઉદાના, કસુન રજિથ, જેફરે વેન્ડરસે અને લસિથ મલિંગા