Friday, April 19, 2024
Homeશ્રીદેવી-બોનીની નાની દીકરી ખુશી 20 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ માટે તૈયાર
Array

શ્રીદેવી-બોનીની નાની દીકરી ખુશી 20 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ માટે તૈયાર

- Advertisement -

બોની કપૂર તથા શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ હવે બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. આ વાતની પુષ્ટિ બોની કપૂરે કરી હતી. ખુશીએ અમેરિકામાં એક્ટિંગ કોર્સ કર્યો છે. ખુશી 20 વર્ષની છે. આ પહેલાં પણ બોલિવૂડમાં ઘણાં સ્ટારકિડ્સે નાની ઉંમરમાં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.

જાહન્વી કપૂર

ખુશીની મોટી બહેન જાહન્વીએ 2018માં ફિલ્મ ‘ધડક’થી ડેબ્યૂ કર્યું હતું. આ સમયે જાહન્વીની ઉંમર 21 વર્ષની હતી. ફિલ્મ તો બહુ ના ચાલી પણ જાહન્વીને એક પછી એક ફિલ્મ મળવા લાગી હતી. આ ફિલ્મ બાદ જાહન્વી ‘ગુંજન સક્સેના’, ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં જોવા મળી હતી. આ વર્ષે તે ‘દોસ્તાના 2’, ‘તખ્ત’ તથા ‘રુહી અફ્ઝાના’માં જોવા મળશે.

સારા અલી ખાન

સૈફ અલી ખાન તથા અમૃસા સિંહની દીકરી સારા અલી ખાને 2018માં ‘કેદારનાથ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ સમયે તેની ઉંમર 23 વર્ષની હતી. આ ફિલ્મ એવરેજ રહી હતી. સારા ‘સિમ્બા’, ‘લવ આજ કલ’, ‘કુલી નંબર 1’ જેવી ફિલ્મમાં જોવા મળી હતી. હવે તે આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળશે. આ ફિલ્મમાં ધનુષ તથા અક્ષય કુમાર છે.

અનન્યા પાંડે

અનન્યાએ 2019માં ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેની ઉંમર 21 વર્ષની હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. જોકે, અનન્યા ‘પતિ પત્ની ઔર વો’ તથા ‘ખાલી પીલી’માં જોવા મળી હતી. હાલમાં અનન્યા ડિરેક્ટર શકુન બત્રાની ફિલ્મમાં કામ કરે છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા સિદ્ધાંત ચતુર્વેદી છે. આ ઉપરાંત અનન્યા ‘લાઈગર’માં વિજય દેવરાકોંડા સાથે જોવા મળશે.

અથિયા શેટ્ટી​​​​​​​

સુનીલ શેટ્ટીની દીકરી અથિયાએ 2015માં ફિલ્મ ‘હીરો’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. તે સમયે અથિયા 22ની હતી. આ ફિલ્મ બાદ અથિયા ‘મુબારકાં’, ‘મોતીચૂર ચકનાચૂર’ જેવી ફિલ્મમાં જોવા મળી હતી.

સોનમ કપૂર

અનિલ કપૂરની દીકરી સોનમે 22 વર્ષની ઉંમરમાં 2007માં આવેલી ફિલ્મ ‘સાંવરિયા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. જોકે, સોનમને ધીમે ધીમે બોલિવૂડમાં કામ મળવા લાગ્યું હતું. ‘નીરજા’, ‘પેડમેન’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘રાંઝણા’ જેવી સફળ ફિલ્મમાં સોનમે કામ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular