શ્રીદેવીના કાકાનો ઘટસ્ફોટઃ પતિ બોની કપૂરથી આ કારણે અત્યંત પીડામાં હતી શ્રીદેવી

0
3

2018ની 21મી ફેબ્રુઆરીએ દુબઈની એક હોટેલમાં બાથટબમાં ડૂબી જવાથી બોલિવૂડની જાજરમાન અભિનેત્રી શ્રીદેવીનું મોત નીપજ્યું હતું. અભિનેત્રીના કાકા વેણુગોપાલ રેડ્ડીએ તેમના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે શ્રીદેવીના પતિ બોની કપૂર સાથે સંપત્તિ અને તેને લગતી ઘણી બધી અજાણી વાતો શેર કરી હતી. વેણુગોપાલ રેડ્ડીએ જણાવ્યું હતું કે શ્રીદેવીએ પોતાના હૃદયમાં દર્દ ભરીને વિશ્વને વિદાય આપી હતી.

સંપત્તિ વહેંચવાની ફરજ પડી હતી

તેમણે કહ્યું, ‘આપણે જાણીએ છીએ કે બોનીને કેટલીક ફિલ્મોમાં ખોટ ગઈ હતી અને તેમના દેવાની ચૂકવણી માટે શ્રીદેવીને પોતાની સંપત્તિ વહેંચવાની ફરજ પડી હતી. આ વાતનું દુઃખ હંમેશા શ્રીદેવીને રહેતું હતું. તે બહારની દુનિયા માટે તેના ચહેરા પર બનાવટી સ્મિત રાખતી હતી, પરંતુ તે અંદરથી ખૂબ જ ઉદાસ હતી.’

ફિલ્મોમાં પણ રોકાણ કર્યું

શ્રીદેવીના કાકાએ એમ પણ કહ્યું કે બોની કપૂરની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાને કારણે શ્રીદેવીને ‘ઇંગ્લિશ વિંગ્લિશ’થી ફિલ્મોમાં પાછા ફરવાની ફરજ પડી હતી. બોનીએ એવી ફિલ્મોમાં પણ રોકાણ કર્યું છે, જે ક્યારેય રિલીઝ પણ થઈ નહીં. જેને કારણે બોનીને ખૂબ નુકસાન થયું અને શ્રીદેવીને ફિલ્મોમાં પાછા ફરવું પડ્યું.’

ઇચ્છતી ન હતી કે બંને લગ્ન કરે

વેણુગોપાલ રેડ્ડીએ શ્રીદેવીની માતા અને બોની કપૂર વચ્ચેના સંબંધ વિશે પણ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું, ‘શ્રીદેવીની માતા બોનીને જરાય પણ પસંદ કરતી ન હતી. તે ઇચ્છતી ન હતી કે બંને લગ્ન કરે. બોની જ્યારે પણ કોઈ પ્રસંગે ઘરે આવતો ત્યારે શ્રીદેવીની માતા તેની સાથે ખરાબ વર્તન કરતી હતી, પરંતુ શ્રીદેવી અને બોની કપૂરે લગ્ન કરી લીધા.’