કાશ્મીર : ખીણના ઘણા વિસ્તારોમાં ફરી પ્રતિબંધ લગાવાયો, શ્રીનગરના લાલચોકને સીલ કરાયો

0
10

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે શુક્રવારે ફરી પ્રતિબંધ લાગુ કરી દેવાયા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, પાંચ પોલીસ સ્ટેશન વિસ્તાર નૌહટ્ટા, રૈનાવાડી, સફાકદળ, ખાનયાર અને ડાઉનટાઉનના મહારાજાગંજમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. ઘાટીમાં ગાંદરબડલ, અનંતનાગ, અવંતીપોરા, સોપોર અને હંડવાડા ટાઉનના ઘણા વિસ્તારોમાં કર્ફ્યૂ લાગુ કરાયો છે.

શ્રીનગરના લાલચોક જવા માટેના અને ત્યાંથી બહાર નીકળવાના તમામ સ્થળો પર બૈરિકેડ અને કાંટાળા તાર લગાવીને સીલ કરી દેવાયા છે. અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, જુમ્માની નમાઝ માટે મસ્જિદ અને પ્રાર્થના સ્થળો પર મોટી સંખ્યામાં લોકો જાય છે. આ દરમિયાન કાયદા વ્યવસ્થા સંબંધિત કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેની સાવચેતી રૂપે આ પગલા લેવાયા છે.

5 ઓગસ્ટે પહેલી વખત કાશ્મીરમાં પ્રતિબંધ લગાવાયો હતો
કાશ્મીરમાં પહેલો પ્રતિબંધ 5 ઓગસ્ટે અનુચ્છેદ 370 ખતમ કર્યા બાદ લગાવાયો હતો. સ્થિતીમાં સુધારો આવ્યા બાદ તબક્કાવાર કાશ્મીરના ઘણા વિસ્તારોમાંથી પ્રતિબંધ હટાવી લેવાયો હતો. ઘણા વિસ્તારોમાં ટેલીકોમ સેવાને પણ ફરી શરૂ કરાઈ હતી. પ્રશાસન શુક્રવારે યોજાયેલા કાર્યક્રમો પર બાજ નજર રાખી રહ્યું છે જેથી આતંકીઓ તેનો દૂરઉપયોગ ન કરી શકે.

નારાજ ભીડે સેનાના વાહનોમાં આગ ચાંપી
ગુરુવાર સાંજે એક નાગરિકનું વાહન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ નારાજ ભીડે બારામૂલા જિલ્લામાં પટ્ટનના નજીક આવેલા સેનાના એક વાહનમાં આગ ચાંપી દીધી હતી. સેનાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વાહનના ડ્રાઈવરને આ હુમલામાં નાની મોટી ઈજા થઈ છે. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here