Monday, September 26, 2022
HomeSTના અધિકારીનો દાવો, એકપણ પેસેન્જર ન મળે તો પણ ગોવા, વારાણસી વોલ્વો...
Array

STના અધિકારીનો દાવો, એકપણ પેસેન્જર ન મળે તો પણ ગોવા, વારાણસી વોલ્વો દોડાવાશે

- Advertisement -

અમદાવાદ: ગુજરાત એસટી નિગમે બુધવારે અમદાવાદથી વારાણસી, ગોવા, હરિદ્વાર, ચંડીગઢ સહિત અગાઉ બંધ કરી દેવાયેલા રૂટ મુંબઈ, નાસિક, પુણે, શિરડી માટે વોલ્વો બસની પ્રીમિયમ સર્વિસનું મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું. પહેલા જ દિવસે આ તમામ રૂટમાંથી ફ્કત બે રૂટ પર બસ સર્વિસ શરૂ થઈ હતી જ્યારે બીજા દિવસે અમદાવાદથી નાથદ્વારા, જોગેશ્વરી, શિરડી, પુણે અને મુંબઈ માટે બસ સર્વિસ શરૂ કરાઈ છે.

એસટીના એક અધિકારીના જણાવ્યા અનુસાર ત્રીજા દિવસથી બુકિંગ હોય કે ના હોય તો અમદાવાદથી વારાણસી, ગોવા અને હરિદ્વારની અને ચોથા દિવસે ચંડીગઢની બસ સર્વિસ શરૂ કરાશે. વધુમાં બીજા દિવસે પણ ઓનલાઈન સિસ્ટમમાં નવી શરૂ થયેલી પ્રીમિયમ બસો દેખાતી ન હોવાથી પાંચ રૂટમાંથી એક પણ રૂટ માટે ઓનલાઈન બુકિંગ થયું ન હતું.
એસટી નિગમની અમદાવાદથી વડોદરા-સુરત સિવાય લગભગ તમામ વોલ્વો સર્વિસથી દર મહિને સરેરાશ 1 કરોડની ખોટ થાય છે. નિમગ દ્વારા અગાઉ શરૂ કરાયેલા નાથદ્વારા, શિરડી, પુણે, મુંબઈ જેવા અનેક રૂટ પર પેસેન્જરો નહીં મળવાના કારણે તે બંધ કરી દેવાની ફરજ પડી હતી. ત્યારે નિગમ દ્વારા ફરી ખાનગી મળતિયાના લાભાર્થે બસો ભાડે મેળવી આવા કેટલાક રૂટ પર ફરીથી બસ સર્વિસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular