Thursday, April 18, 2024
Homeગુજરાતધો. 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

ધો. 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જુલાઇ પૂરક-2022 પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે. પરિણામને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર મૂકી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. માર્ચ-2022માં જે વિદ્યાર્થીઓ 1 અથવા 2 વિષયમાં નાપાસ થયા હતા તે વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં 50,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ અત્યારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવાયું છે.

તમને જણાવી દઇએ કે, માર્ચ 2022માં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1 વિષયમાં નાપાસ હોય તેવા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 અથવા 2 વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યભરમાં 50000 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ આવતીકાલે ગુજરાત બોર્ડની વેબસાઈટ પર જાહેર થશે.

ગત મે મહિનામાં ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે ધોરણ12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ આવ્યું હતું. તેમજ ધોરણ 12 સાયન્સનું 72 ટકા પરિણામ આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular