દહેગામ : દેવકણનામુવાડા માર્ગ ઉપર એસ.ટી બસ ચાલકે મારુતિવાનને મારી ટક્કર : 1 વ્યક્તિ ગંભીર : બસનો ડ્રાઇવર ગાડી મુકીને ફરાર.

0
825

 

દહેગામ થી ઉંટેશ્વર મહાદેવ જવાના મુખ્ય માર્ગ ઉપર સર્જાયો અકસ્માત.
એસ.ટી ના ચાલકે મારુતિવાન ને ટક્કર મારી.
મારુતિકારને ટક્કર વાગતા એક ફ્રુટની લારી પડી ઉંધી.
ઘટના સ્થળે લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા.
સમયસૂચકતા વાપરીને એસ.ટી બસનો ડ્રાઈવર ભાગી ગયો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ થી ઊંચકેશ્વર મહાદેવ જવાના મુખ્ય માર્ગ ઉપર દેવકરનામુવાડા પાસે ગાંધીનગર બાલાસિનોર બસ ચાલકે મારુતિવાન ને ટક્કર મારતા પાછળનો ભાગ દબાઈ જવા પામ્યો હતો. ઉપરાંત એક લારી ઉંધી થઇ જવા પામેલ હતી. આ ત્રિકોણીય અકસ્માત થી લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. સમય સૂચકતા વાપરીને એસ.ટી બસનો ચાલક ગાડી મુકીને ફરાર થઈ જવા પામ્યા હતો. માહિતી મુજબ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિ
સુરાજી કાનાજી ચૌહાણ ભોટીયાના વતની હોય તેમ જાણવા મળેલ છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ CN24NEWS, હરસોલી દહેગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here