ગુજરાત : રાજ્યના પાંચ ઝોનમાં એસટી સેવા ચાલુ થઈ, બસમાં 60 ટકા મુસાફરો જ બેસશે

0
6

અમદાવાદ અને સુરત સિવાયના અન્ય જિલ્લાઓમાં એસટી બસની મંજૂરી આપવામાં આવી છે

લોકડાઉન 4માં રાજ્ય સરકારે કેટલીક છૂટછાટ આપી છે. ત્યારે એસટી બસને પણ તેમાં અમદાવાદ અને સુરત સિવાયના અન્ય જિલ્લાઓમાં મંજૂરી આપવામાં આવી છે. આ મામલે એસટીએ જણાવ્યું છે કે, આજ(બુધવાર)થી સમગ્ર રાજ્યમાં એસટી બસ ચાલુ કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ સમગ્ર રાજ્યમાં બસ સેવા ચાલુ રહેશે. જેમાં પાંચ જેટલા ઝોનમાં આ સેવા શરૂ કરવામાં આવશે. હાલ અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં બસ સેવા શરૂ કરવામાં આવશે. ગાંધીનગરથી અમદાવાદ અને આંતરરાજ્ય બસ સેવા સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવશે. સૌરાષ્ટ્ર ઝોન, કચ્છ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને મધ્ય ગુજરાત એમ પાંચ ઝોનમાં વહેંચવામાં આવી છે. જેમાં મોટી બસમાં 30 મુસાફરો અને મિની બસમાં 18 મુસાફરો મુસાફરી કરી શકશે.

રાજ્યમાં કુલ 12141 દર્દી, 719 મોત અને 5043 દર્દી સાજા થયા

રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના 1,54,674 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 12,141 પોઝટિવ અને 1,42,533 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. 12,141 પોઝિટિવ કેસમાંથી 49 વેન્ટિલેટર પર છે જ્યારે 6330 દર્દી સ્ટેબલ છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 395 નવા કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીના મોત થયા છે અને 239 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, આ સાથે જ રાજ્યમાં કુલ 12141 દર્દી, 719 મોત અને 5043 દર્દી સાજા થયા છે. નવા 25 મૃત્યુમાં 9 દર્દીના માત્ર કોરોનાથી જ્યારે 16 દર્દીના મોત કોરોનાની સાથે અન્ય બિમારી હોવાના કારણે થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here