Friday, March 29, 2024
Homeધોરણ 12ની પરીક્ષા : સાયન્સ-સામાન્ય પ્રવાહની પરીક્ષા જૂનના અંતમાં લેવાય તેવી શક્યતા
Array

ધોરણ 12ની પરીક્ષા : સાયન્સ-સામાન્ય પ્રવાહની પરીક્ષા જૂનના અંતમાં લેવાય તેવી શક્યતા

- Advertisement -

કેન્દ્રીય માનવ વિકાસ સંશાધન વિભાગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રી સાથે રવિવારે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. વીડિયો કોન્ફરન્સમાં ધો. 12ની પરીક્ષા ઓફલાઇન લેવા માટે કેટલાં રાજ્યો તૈયાર છે તે બાબતે વિગતવાર મંતવ્યો, વિચાર-વિમર્શ કરાયો હતો. રાજ્ય સરકારના સૂત્રોના કહ્યા પ્રમાણે ગુજરાતમાં ધો. 12 સાયન્સ-સામાન્ય પ્રવાહની પરીક્ષા જૂનના અંતમાં લેવાય તેવી શક્યતા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વીડિયો કોન્ફરન્સમાં ધોરણ 12ની પરીક્ષા બાબતેના વિવિધ સૂચનો વ્યક્ત કર્યાં હતાં અને કેન્દ્ર સરકારના સૂચનો પણ આવકાર્યાં હતાં.

સત્તાવાર સૂત્રોના કહ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે પહેલી જૂને બેઠક બોલાવી છે. આ બેઠકમાં સીબીએસઈ કઈ પદ્ધતિથી પરીક્ષા લેશે તે નક્કી થયા પછી કઈ પદ્ધતિથી ગુજરાત સરકારે પરીક્ષા લેવી તે નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અગાઉ જાહેરાત કરી છે કે, પરીક્ષા લેતા પહેલાં વિદ્યાર્થીઓને તૈયારી માટેનો 15 દિવસનો સમય આપવામાં આવશે.

પરીક્ષા લેવાની પદ્ધતિના બે વિકલ્પ: શિક્ષણમંત્રી

શિક્ષણમંત્રી ચુડાસમાએ કહ્યું હતું કે, પરીક્ષા કઈ પદ્ધતિથી લેવી તે આગામી સમયમાં નક્કી થશે. તેમણે કહ્યું કે, એક આપણી જે હાલની પદ્ધતિ છે 100 માર્કની વર્ણનાત્મક પ્રશ્નો પૂછીને તે પ્રમાણે 3 કલાકની પરીક્ષા લેવી. બીજા વિકલ્પમાં 90 માર્કની બહુવિકલ્પના પ્રશ્નો પૂછીને પરીક્ષા લેવી. બહુવિકલ્પમાં એક પ્રશ્નના જવાબમાં 4 વિકલ્પ આપવામાં આવે અને તેમાંથી જે સાચો જવાબ હોય તેનું માત્ર માર્કિંગ કરવાનું હોય છે. કઈ પદ્ધતિથી પરીક્ષા લેવી તે હજુ નક્કી નથી, પણ સરકાર આ બાબતે 1 જૂને મળનારી બેઠકમાં સ્પષ્ટતા કરે તેવી શક્યતા છે.

નીટ-જેઈઈની પરીક્ષા લેવા માટે સરકાર તૈયાર

ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ અને ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે જેઈઈ પરીક્ષા લેવામાં આવે છે. આ બંને પરીક્ષા ગુજરાતમાં લેવા માટે પણ ગુજરાત સરકાર તૈયાર હોવાનું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડેના સૂત્રોએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે.

ધો.12ની પરીક્ષા અંગે સંચાલકોએ કોઈ મંતવ્યો ન આપ્યાં

શિક્ષણ વિભાગ સ્કૂલ સંચાલકોના મંતવ્યો ધ્યાને ન લઈ પોતાની રીતે જ નિર્ણય કરતું હોવાનો આક્ષેપ ખાનગી સ્કૂલ સંચાલક મંડળે કર્યો છે. મંડળના જણાવ્યા પ્રમાણે ધો.10ની પરીક્ષા અંગે
સંચાલકોના કોઇ મંતવ્યો ધ્યાને લીધા નહીં અને માસ પ્રમોશન જાહેર કરી દીધું. આ સ્થિતિમાં સંચાલકો હવે ધો.12ની પરીક્ષા અંગે કોઈ પણ મંતવ્યો શિક્ષણ વિભાગને આપવા તૈયાર નથી. અત્યાર સુધી મંડળે ધો.12ની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગને કોઈ મંતવ્યો કે સૂચનો મોકલાવ્યાં નથી. ધોરણ 10ની સાથે ધોરણ 12ની પરીક્ષા અંગે પણ વાલીઓમાં સતત અસમંજસતા જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular