સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની ઓટોમેટેડ સિસ્ટમ વિદ્યાર્થીઓની મામૂલી ભૂલ પણ પકડી શકે છે

0
0

ચાલુ વર્ષે માર્ચ મહિનામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કોડ ઇન પ્લેસ પ્રોગ્રામમાં 148 દેશોના 1200થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કોમ્પ્યુટર પ્રોગ્રામીંગના ફન્ડામેન્ટલ સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં સ્વીડનના 23 વર્ષના ફિલિપ્સનો પણ સમાવેશ થતો હતો.

4 સપ્તાહ પછી ફિલિપે પ્રથમ ટેસ્ટ આપી. એમાં તેણે એવો પ્રોગ્રામ લખ્યો કે જેમાં બ્લેક એન્ડ વાઈટ ગ્રીડમાં બ્લુ ડાયમંડનો વેવ હતો. થોડા દિવસ પછી તેને પરિણામ મળ્યું. તેમાં ફિલિપના કામની પ્રશંસા કરાઈ હતી પણ એવું કહેવાયું હતું કે તેણે નાની ભૂલ કરી છે.

ત્રીજી વેવને દોર્યા પછી તે દીવા સાથે ટકરાય છે તેવી તેની ભૂલ હતી. ફિલિપને આ ફિડબેક કોઈ શિક્ષકે નહીં પણ એઆઈ પ્રોગ્રામે આપ્યો. ફિલિપની જેમ હજારો વિદ્યાર્થીઓને આવો ફિડબેક મળ્યો. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની આ ઇએજ્યુકેશન સિસ્ટમ નવા ભવિષ્યની તરફ ઇશારો કરે છે. તે સરળતાથી હજારો લોકો સુધી પહોંચી જાય છે.

એઆઈ રિસર્ચર પ્રો. ચેલ્સી ફિન કહે છે કે આ સિસ્ટમ અપેક્ષા કરતા ઘણું સારું કામ કરી રહી છે. આ સિસ્ટમે 1600 ફિડબેક આપ્યા જેમાંથી 97.9% વિદ્યાર્થીઓએ સંમતિ દર્શાવી જ્યારે ગયા વર્ષે હ્યુમન ઇન્સ્ટ્રક્ટરના ફિડબેક પર 96.7% સહમતિ બની હતી. નિષ્ણાંતો કહે છે કે રોગચાળા દરમિયાન જોવાયું છે કે ટેકનોલોજીથી સિસ્ટમમાં ઘણું પરિબળ આવ્યું છે. એઆઈ તેને વધુ ઉન્નત કરી રહ્યું છે.

દરેક વિદ્યાર્થી માટે અનેક રીતઃ ટીચર ક્લાસમાં એક જ વિષય 35 અલગ રીતે ભણાવી શકે નહીં. પરંતુ એઆઈ દ્વારા સંભવ છે. એઆઈ દરેક વિદ્યાર્થીના વ્યવહારનો અભ્યાસ કરે છે. પછી આ માહિતીથી વિદ્યાર્થીને શીખવાના અનુભવને પર્સનલાઈઝ બનાવે છે.

એડપ્ટિવ લર્નિંગઃ વિદ્યાર્થી કોઈ બેઝિક કોન્સેપ્ટમાં નબળો હોય તો એઆઈ તેના સંબંધિત વીડિયો અને રીડિંગ મટિરિયલ વારંવાર મોકલે છે જેથી તે કોન્સેપ્ટને સારી રીતે સમજી શકે. ઓટોમેટેડ ગ્રેડિંગ અને ફીડબેકઃ એઆઈ આંસર સીટના ગ્રેડિંગમાં મદદ કરે છે. જેથી વિદ્યાર્થીઓને તરત ફિડબેક મળી શકે. આથી ટીચર્સને રિસર્ચ કરવા માટે વધુ સમય મળશે.

વિદ્યાર્થી દ્વારા વારંવાર કરાતી ભૂલ ઓળખવામાં એઆઈ મદદરૂપ

​​​​​​​સ્ટેનફોર્ડ આ ઓનલાઈન પ્રોગ્રામનું મોનીટરિંગ કરી રહ્યું છે. પ્રો. ક્રિસ પાઇચ કહે છે કે આ એઆઈ સિસ્ટમ મહત્તમ વિદ્યાર્થી સુધી પહોંચવાની રીત છે. તેમના સુધી હ્યુમન ઇંસ્ટ્રક્ટર પણ પહોંચી શકતા નથી. તે નાની ભૂલ પકડે છે અને સમસ્યા જણાવે છે. કોડિંગ સાથે થતી વિશેષ ભૂલ અને વારંવાર કરાતી ભૂલને ઓળખી પ્રશિક્ષકને બહેતર રીતે સમજાવવામાં સહાય કરે છે કે વિદ્યાર્થીને કેવી મદદની જરૂર છે. આ ટેકનોલોજી એટલા માટે પ્રભાવિત થઈ રહી છે કે તેની ભૂમિકા સ્પષ્ટરૂપે નક્કી કરાયેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here