Tuesday, March 18, 2025
HomeગુજરાતGUJARAT : સ્ટારલિંકે ભારતમાં પ્રવેશ માટે આ શરતનું પાલન કરવુ પડશે, કેન્દ્ર...

GUJARAT : સ્ટારલિંકે ભારતમાં પ્રવેશ માટે આ શરતનું પાલન કરવુ પડશે, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

- Advertisement -

સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોવાઈડર સ્ટારલિંક ભારતમાં એન્ટ્રી કરવા જઈ રહ્યું છે. દેશના ટોચના ટેલિકોમ પ્રોવાઈડર જિઓ અને એરટેલે સ્ટારલિંક સાથે મળી ઈન્ટરનેટ સેવાઓ આપવા કરાર કર્યા છે. પરંતુ કેન્દ્ર સરકારે સ્ટારલિંકના ભારતમાં પ્રવેશ મુદ્દે કેટલીક શરતો મૂકી છે. સેટેલાઈટ વેન્ચર સ્ટારલિંકે ભારતમાં એક કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરવુ પડશે. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. તદુપરાંત સંવેદનશીલ અને અશાંત વિસ્તારોામં ટેલિકોમ્યુનિકેશન સર્વિસિઝ સસ્પેન્ડ કે બંધ કરી શકાય તેવુ માળખું ગોઠવવું પડશે.

મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરક્ષા સ્થાપિત કરવા કાયદા અમલીકરણ એજન્સીઓ વતી સત્તાવાર ચેનલ્સ દ્વારા કોલ ઇન્ટરસેપ્શનને મંજૂરી આપવા માટે આદેશો આપવામાં આવ્યા છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે સેટેલાઇટ કોમ્યુનિકેશન લાયસન્સ માટે સ્ટારલિંકની અરજી અંતિમ તબક્કામાં છે. સ્ટારલિંક માર્કેટિંગ, ડિપ્લોયમેન્ટ અને નેટવર્કના વિસ્તરણ માટે રિલાયન્સ જિયો અને એરટેલ સાથે કરાર કરી રહી છે.

કંટ્રોલ સેન્ટરની મદદથી દેશના કોઈપણ ભાગમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં અચાનક ફેરફાર થવાથી સેટેલાઇટ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ તાત્કાલિક ધોરણે સ્થગિત કે બંધ થઈ શકે. જેથી કંટ્રોલ સેન્ટર હોવુ અત્યંત જરૂરી છે. જ્યારે પણ આવી જરૂરિયાત ઊભી થાય ત્યારે કેન્દ્ર સરકાર સ્ટારલિંકના દરવાજા ખટખટાવશે અથવા યુએસમાં તેના હેડક્વાર્ટરનો સંપર્ક કરવો પડે નહીં. તે માટે દેશમાં જ કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરવુ જોઈએ.

ટેલિકોમ લૉમાં એવી જોગવાઈઓ છે જે કેન્દ્ર અથવા રાજ્ય સરકારને આપત્તિ વ્યવસ્થાપન સહિત જાહેર કટોકટી અથવા જાહેર સલામતીના હિતમાં અધિકૃત સંસ્થા પાસેથી કોઈપણ ટેલિકોમ્યુનિકેશન સેવા અથવા નેટવર્કનો ‘અસ્થાયી કબજો’ લેવાની મંજૂરી આપે છે. આ સિવાય ઈન્ટરનેટ બંધ કરવાની પણ જોગવાઈઓ છે. ઇન્ટરસેપ્શનના મુદ્દા પર, સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે ‘આ કંઈ નવું નથી’ અને તે જિઓ, એરટેલ, અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓ દ્વારા સંચાલિત હાલના ટેરેસ્ટ્રીયલ નેટવર્ક માટે પણ ફરજિયાત છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular