ફાઈટ ફોર કોરોના : શાહરુખ, પ્રિયંકા-નિક, અક્ષય કુમાર સહિતના સ્ટાર્સ ઝોયા અખ્તર-કરન જોહરની કોવિડ 19 રિલીફ કોન્સર્ટમાં ભાગ લેશે

0
12

મુંબઈ. ફિલ્મમેકર કરન જોહર તથા ઝોયા અખ્તર સાથે મળીને બોલિવૂડ તથા ઈન્ટરનેશનલ સ્ટાર્સ સાથે હોમ કોન્સર્ટ યોજી રહ્યાં છે. કોવિડ 19ને લઈ ભારતમાં જાગૃતિ લાવવા, ગિવ ઈન્ડિયા ફાઉન્ડેશન માટે ફંડ ભેગુ કરવા, લૉકડાઉનને કારણે વિસ્થાપિત થયેલા પરિવારોને સપોર્ટ કરવા તથા ફ્રન્ટલાઈન હેલ્થ વર્ક્સ, આવશ્યક ચીજ વસ્તુઓના વર્કર્સનો આભાર માનવા માટે બોલિવૂડ સ્ટાર્સ ભેગા થયા છે.

આ સ્ટાર્સ જોવા મળશે

સૂત્રોના મતે, શાહરુખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, રીતિક રોશન, સૈફ અલી ખાન, કરીના કપૂર, રણવીર સિંહ, વરુણ ધવન, અર્જુન કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, પ્રિયંકા ચોપરા તથા અનુષ્કા શર્મા આ કોન્સર્ટમાં ભાગ લેશે. હોલિવૂડમાંથી વીલ સ્મિથ, સિંગર બ્રાયન એડમ્સ તથા જોનસ બ્રધર્સ પણ જોવા મળશે.

ચાર મિનિટનો વીડિયો બનાવવાનો

ઝોયા તથા કરને આ સ્ટાર્સને ચાર મિનિટનો વીડિયો બનાવવાનો કહ્યો છે, જેમાં સ્ટાર્સ સિંગિંગ, ડાન્સિંગ, સ્પીચ કે સ્ટેન્ડઅપ પર્ફોર્મન્સ આપી શકે છે. ઝોયા તથા કરન આ બે કલાકની કોન્સર્ટ પર છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી કામ કરી રહ્યાં છે.

સિંગર્સ પણ જોવા મળશે

બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત કોમેડિયન કપિલ શર્મા, સિંગર્સ આશા ભોસલે, અરજિત સિંહ, સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ, મ્યૂઝિક કમ્પોઝર વિશાલ-શેખર, પ્રીતમ તથા ગીતકાર જાવેદ અખ્તર પણ ભાગ લેશે.

ફેસબુક પર જોવા મળશે

ક્રિકેટર્સ સચિન તેંડુલકર, વિરાટ કોહલી તથા રોહિત શર્મા પણ જોવા મળશે. માનવામાં આવે છે કે આ વીકેન્ડમાં ફેસબુક પર આ કોન્સર્ટ રજૂ કરવામાં આવશે.

હોલિવૂડ સેલેબ્સ કોન્સર્ટ કરી હતી

આ પહેલાં હોલિવૂડ સેલેબ્સ તથા સિંગર્સે સાથે મળીને ‘વન વર્લ્ડઃ ટુગેધર એટ હોમ’ કોન્સર્ટ કરી હતી. આ કોન્સર્ટમાં 100થી વધુ પર્ફોર્મન્સ હતાં. આ કોન્સર્ટ લેડી ગાગાએ વિશ્વ આરોગ્ય સંસ્થા તથા ગ્લોબલ સિટિઝન સાથે મળીને યોજી હતી. આ કોન્સર્ટ દ્વારા 127 મિલિયન ડોલર ઊભા કરવામાં આવ્યા હતાં. પ્રિયંકા ચોપરા તથા શાહરુખ ખાને આ કોન્સર્ટમાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here