વજન ઘટાડવા અને ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા શુગર ફ્રી ડાયટ શરૂ કરો, રોજ 350 કેલરીથી વધુ શુગર અનેક રોગોનો ભોગ બનાવી શકે છે

0
0

શુગર ફ્રી ડાયટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આજકાલ મેદસ્વીતા, ડાયાબિટીસને કન્ટ્રોલમાં લાવવા અને મેટાબોલિઝમને જાળવી રાખવા લોકો શુગર ફ્રી ડાયટ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ખાંડ વગરનો ખોરાક શરીરને અનેક રોગોથી બચાવવાની સાથે વજન કન્ટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. આ ડાયટમાં મોટાભાગે ફૂડ પોષકતત્ત્વોથી ઙરપૂર હોવાની સાથે નેચરલ સોર્સ સાથે જોડાયેલા હોય છે. દર વર્ષે 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન નેશન ન્યુટ્રિશન વીક ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ઇટ રાઇટ, બાઇટ બાય બાઇટ રાખવામાં આવી છે. આ થીમ અનુસાર, સ્વાસ્થ્ય માટે યોગ્ય હોય એવા ફૂડ ડાયટમાં સામેલ કરવાના છે. ન્યુટ્રિશનિસ્ટ સુરભિ પારિક જણાવે છે કે શુગર ફ્રી ડાયટ શું છે અને તે કેવી રીતે કામ કરે છે.

શુગર ફ્રી ફૂડ શું છે?

શુગર ફ્રી ફૂડનો અર્થ એ છે કે તેમાં જરૂર કરતાં વધારે ખાંડનું પ્રમાણ ન હોવું. તેમાં સિપલ કાર્બોહાઇડ્રેટ પણ સામેલ છે. દરરોજ 350થી વધુ કેલરી ખાંડ ખાવાથી મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદયરોગનું જોખમ રહે છે. આ સિવાય વધારે ખાંડ લેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે. સામાન્ય ખાંડમાં સિમ્પલ કાર્બોહાઇડ્રેટ હોય છે. તેનું પાચન ઝડપથી થાય છે અને તરત જ લોહીના પ્રવાહમાં જતા રહે છે. તેનાથી બ્લડ શુગરનું લેવલ વધી જાય છે.

કેટલાક લોકો માને છે કે, શુગર ફ્રી ડાયટનો અર્થ એ છે કે ખાંડવાળો ખોરાક સંપૂર્ણપણે બંધ કરી દેવો. પરંતુ આ માન્યતા ખોટી છે. ફક્ત વધારે માત્રામાં ખાંડવાળી પ્રોડક્ટ લેવાનું ટાળવું જરૂરી છે.

શુગર ફ્રી ડાયટ કેવી રીતે કામ કરે છે?

શુગર ફ્રી ડાયટ લેવાતી બ્લડ શુગરમાં અચાનક ફેરફાર નથી થતો. આને લેવાથી મેટાબોલિક રેટમાં સુધારો થાય છે અને તમે પેટ ભરેલું અનુભવો છો. તમારા શરીરમાં પ્રોટીન અને ચરબી ઊર્જા પેદા કરે છે. આ ધીમે ધીમે વજન ઘટાડવાનું કારણ બને છે. આવા ડાયટમાં ઘણો ખોરાક લેવાનું સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવે છે. તેમજ, ખાટાં ફળો વધારે ખાવાનું કહેવામાં આવે છે.

શું ખાવું?

 • હાઇ ફાઇબરયુક્ત વસ્તુ જેવી કે બ્રોકોલી, ચાઇના સીડ, બેરી, ટામેટાં, બ્રાઉન રાઇસ વગેરે.
 • ઓલિવ ઓઇલ, અખરોટ, બદામ અને કોળાના દાણા વગેરેનું સેવન કરો.
 • દાળ, કઠોળ, સાલ્મન માછલી, ઇંડા.
 • આહારમાં સિઝનલ શાકભાજીનો સમાવેશ કરો.

શું ન ખાવું?

 • જંક ફૂડ, મીઠાઈઓ, કેન્ડી અને રિફાઇન્ડ અનાજમાંથી બનેલી વસ્તુઓ.
 • સોડા, સોફ્ટ ડ્રિંક્સ, શેરડીની ખાંડ અને ટેબલ શુગર.

શુગર ફ્રી ડાયટના ફાયદા

 • વજન ઘટાડે છે અને ડાયાબિટીઝનું જોખમ ઓછું થાય છે.
 • શુગર ફ્રી વસ્તુઓને પચવામાં વધુ સમય લાગે છે. આ ઉપરાંત, લાંબા સમય સુધી તેઓ ઊર્જાવાન રહી શકશે.
 • આવા ખાદ્યપદાર્થોમાં બ્લડ શુગર લેવલ દિવસ દરમિયાન સમાન રહે છે.
 • શુગર ફ્રી ડાયટ ઉંમરની અસર ઘટાડીને લાંબા સમય સુધી યુવાન દેખાવામાં મદદ કરે છે.
 • પાચક તંત્ર વિશે વાત કરીએ તો ઓછી ખાંડ અને વધુ ફાઇબરવાળો ખોરાક, ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોલ એટલે કે આંતરડાના રોગ, પેટનું ફૂલવું, બેક્ટેરિયલ ચેપ સામે રક્ષણ આપે છે.
 • ખાંડનું સેવન ઓછું કરવાથી ફેટી લીવર રોગ થવાનું જોખમ ઓછું થઈ જાય છે.
 • શુગર ફ્રી ફૂડની મદદથી શરીરમાં આવતો સોજો ઓછો કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here