Wednesday, April 17, 2024
Homeસોનિયા ગાંધીએ મહારાષ્ટ્ર નેતાઓને કહ્યું બેઠક વહેંચણીને જલ્દી અંતિમ સ્વરૂપ આપો, શરૂ...
Array

સોનિયા ગાંધીએ મહારાષ્ટ્ર નેતાઓને કહ્યું બેઠક વહેંચણીને જલ્દી અંતિમ સ્વરૂપ આપો, શરૂ કરો ચૂંટણી પ્રચાર

- Advertisement -

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ પાર્ટીના મહારાષ્ટ્ર એકમના નેતાઓને એનસીપી (NCP) સાથે બેઠકની વહેંચણીને અંતિમ સ્વરુપ આપવા અને ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવા કહ્યું છે.

રાજ્યમાં ઓક્ટોબર મહીનામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. સૂત્રો મુજબ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે બેઠકની વહેંચણીનો મુખ્ય પેંચ ‘સ્વાભિમાન પક્ષ’ જેવી કેટલીક નાની પાર્ટીઓ માટે બેઠક નક્કી કરવાને લઇને ફસાયેલું છે. રાહુલ ગાંધીના રાજીનામા બાદ 10 ઓગસ્ટે પાર્ટીની અંતરિમ અધ્યક્ષ ચૂંટવામાં આવેલા સોનિયા ગાંધીએ ગત દિવસોએ મહારાષ્ટ્રના પ્રદેશ કોંગ્રેસ કમિટીના કેટલાક નેતાઓની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન રાજ્યમાં ચૂંટણી તૈયારીઓને લઇને વાત થઇ હતી.

સોનિયા સાથે મુલાકાત યોજનાર નેતાઓમાં સામેલ પીસીસીના એક વરિષ્ઠ નેતાએ ‘પીટીઆઇ-ભાષા’ને બતાવ્યું કે, ‘સોનિયા ગાંધીએ કહ્યું કે અમે પૂર્ણ તાકાત સાથે ચૂંટણીની તૈયારીઓમાં લાગી જઇએ. એમણે બેઠકોના તાલમેલને જલ્દી અંતિમ રૂપ આપવા, ચૂંટણી પ્રચાર અભિયાનનો આરંભ કરવા અને ઉમેદવારોની તાત્કાલીક પંસદગી કરવા કહ્યું છે.’

એમણે કહ્યું કે, ‘નવી પીસીસી બન્યા બાદ એનસીપી સાથે ઘણી બધી બાબતો અંગે વાતચીત થઇ ચૂકી છે. જોકે હજુ સુધી બેઠકોની વહેંચણીને અંતિમ રૂપ અપાઇ શક્યું નથી.’

જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાએ કહ્યુંસ ‘ આ અંગે બેઠકો થઇ છે અને મોટાભાગની બેઠકોને લઇને અમારી વચ્ચે સહમતિ બની છે. આશા છે કે જે બેઠકોને લઇને વાત અટકી છે તેના પર નિર્ણય લેવાશે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular