રોજ આ ફૂડ ખાવાનું શરૂ કરી દો, મહિલા અને પુરૂષો બંનેના વાળ ખરતાં થઈ જશે બંધ

0
20

આજકાલ ભાગ્યે જ કોઈ એવું હશે, જેના વાળ નહીં ખરતાં હોય. વાળ ખરવાની સમસ્યા એટલી હદે વધી ગઈ છે કે, માત્ર સ્ત્રીઓ જ નહીં પણ પુરૂષોના પણ પુષ્કળ વાળ ખરવા લાગ્યા છે. વાળ ખરવાની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. જોકે, તમે શું અને કેવું ખાઓ છો એ પણ વાળ ખરવા પાછળનું મોટું કારણ છે. વાળના વિકાસ માટે વિટામિન એ, સી, ઈ, બી-5. બી-6, આયર્ન, ઝિંક, પ્રોટીન, ફેટી એસિડ જેવા પોષક તત્વો જરૂરી છે. શરીરમાં આ તત્વોની કમી થવા પર વાળ વધુ ખરવા લાગે છે. પણ કેટલાક એવા સુપરફૂડ્સ છે જેમાં ભરપૂર પોષક તત્વો હોય છે અને તેને ખાવાથી વાળ ખરતાં રોકાય છે. ચાલો જાણીએ.

  • વાળ ખરતાં રોકવા આ ફૂડ રોજ ખાઓ
  • પોષક તત્વોથી ભરપૂર છે આ હેલ્ધી ફૂડ્સ
  • મહિલા અને પુરૂષો બંનેના વાળ ખરતાં અટકશે

ઈંડા

પ્રોટીન વાળનો એક અગત્યનો ભાગ છે. તેનાથી વાળ સ્વસ્થ રહે છે. જેથી પ્રોટીન માટે ડાયટમાં ઈંડાને સામેલ કરો. આ સિવાય ઈંડામાંથી બાયોટીન અને વિટામિન બી પણ મળી રહે છે. જે વાળને નુકસાન થતાં રોકે છે.

બીન્સ

બીન્સમાં ભરપૂર પ્રોટીન, વિટામિન્સ, ઝિંક, ફાયબર, આયર્ન હોય છે. તેમાં કેલરી પણ બહુ ઓછી હોય છે. જે વાળના વિકાસમાં મદદ કરેલ છે. સાથે જ તેનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે.

નટ્સ

નટ્સમાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, હેલ્ધી ફેટ્સ, ફાયટોકેમિકલ્સ હોય છે. જે વાળ ખરવાની સમસ્યા દૂર કરે છે અને સાથે જ વાળને પોષણ પણ આપે છે. જેથી તમારી ડાયટમાં નટ્સને અવશ્ય સામેલ કરો.

પાલક

પાલકને ગુણોની ખાણ કહેવાય છે. તેમાં રહેલાં તત્વો અને એન્ટીઓક્સીડેન્ટસ અનેક બીમારીઓથી બચાવવાની સાથે જ વાળ માટે પણ લાભકારી છે. તેમાં રહેલાં પોષક તત્વો વાળને પોષણ આપે છે અને વાળ ખરવાની સમસ્યા દૂર કરે છે.

ઓટ્સ

ઓટ્સમાં વિટામિન બી, ઝિંક, પ્રોટીન અને કોપર હોય છે. જે વાળ ખરવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેને ડાયટમાં સામેલ કરવાથી વાળના વિકાસમાં પણ તે મદદ કરે છે.

ગાજર

ગાજરમાં ભરપૂર બીટા કેરોટીન હોય છે. જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સિવાય ગાજરમાં રહેલાં વિટામિન એ સ્કેલ્પમાં સીબમનું નિર્માણ કરવામાં પણ મદદ કરે છે.

સેમન ફિશ

સેમન એક ફેટી ફિશ છે. જેનું સેવન મગજ, વાળ, સ્કિન અને બ્લડ વેસલ્સ માટે સારું છે. સેમન ઓમેગા-3 ફેટી એસિડનો બેસ્ટ સોર્સ છે. જે વાળના વિકાસમાં પણ મદદ કરે છે. તેમાં વિટામિન બી, વિટામિન બી-12, મિનરલ્સ અને પ્રોટીન સારી માત્રામાં હોય છે. વાળના વિકાસ માટે આ બધાં જ પોષક તત્વો લાભકારક છે. તેનાથી વાળ ખરતાં પણ અટકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here