વેરાવળ : આજથી સોમનાથ મંદિરમાં પાસ સિસ્ટમ શરૂ, વેરાવળ સિવાયના લોકો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજીયાત

0
0

વેરાવળ. સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન માટે આજે વહેલી સવારે 5 વાગ્યાથી પાસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. વેરાવળ બહારથી આવતા ભાવિકોએ દર્શન માટે ઓનલાઈન બુકીંગ કરાવવાનું રહેશે. દર્શનના સમય મુજબ દર કલાકે માત્ર 200 પાસ ઈશ્યુ કરવામાં આવશે. દિવસની ત્રણમાંથી એક પણ આરતીમાં કોઈને પ્રવેશ નહી આપવામાં આવે. જ્યારે વેરાવળમાં રહેતા લોકો માટે પથિકાશ્રમ પાસે કાઉન્ટર ઉભુ કરવામાં આવ્યું છે.

સોમનાથ મંદિર દર્શન માટે પાસ સિસ્ટમ ધરાવતું પ્રથમ મંદિર બનશે

સોમનાથ મંદિરમાં ભાવિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ તંત્ર દ્વારા આજથી પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. વેરાવળ તાલુકાના લોકો માટે પાસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. તાલુકાની બહારના દર્શનાર્થી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ જ દર્શન કરવાની પરવાનગી મળશે. સોમનાથ મંદિર દર્શન માટે પાસ સિસ્ટમ ધરાવતું પ્રથમ મંદિર બનશે. સોમનાથમાં બહારથી આવતા ભાવિકોએ દર્શન માટે ટ્રસ્ટની વેબસાઈટ પર મુકવામાં આવેલ લિંક પરથી અગાઉથી સમયનો સ્લોટ બુક કરાવીને જ આવવાનું રહેશે. બહારથી આવતા ભાવિકો માટે દર્શન માટેનું ઓનલાઈન બુકિંગ ફરજિયાત કરવાનું રહેશે.

વેરાવળના લોકો માટે પથિકાશ્રમ પાસે કાઉન્ટર ઉભું કરાશે

વેરાવળ શહેર સિવાયના તમામ ભાવિકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જ્યારે વેરાવળ શહેરના ભાવિકો દર્શન કરવા માગતા હોય તેઓ માટે આજથી પથિકાશ્રમ પાસે કાઉન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે જેથી લોકો પાસ મેળવી શકશે. આ સુવિધા માત્ર વેરાવળવાસીઓ માટે જ કરાશે. બહારના લોકોએ તો ટ્ર્સ્ટની વેબસાઇટ પરથી જ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા ટ્રસ્ટની વેબસાઇટ પરથી કરાશે.

3માંથી એક પણ આરતીમાં કોઈને પ્રવેશ અપાશે નહીં

આજથી 19 તારીખ સુધી સોમનાથ મંદિરમાં દર્શનનો સમય સવારે 5.30 થી 6.30, બપોરે 12.30 થી 6.30 અને સાંજે 7.30 થી 9.15 સુધીનો સમય રાખવામાં આવ્યો છે. 3માંથી એકપણ આરતીમાં કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. દર્શનના સમય મુજબ દર કલાકે માત્ર 200 પાસ જ ઈશ્યૂ થશે. દર્શનના પાસ ફરજિયાત લેવાના રહેશે. સામાજિક અંતર સાથે દર્શન કરવાના રહેશે. એક કલાકમાં 750થી વધારે ભાવિકો દર્શન કરી શકશે તેવી ધારણા છે. માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું સહિતના નિયમો પાળવાના રહેશે. જે ભાવિકો પાસે પાસ હશે તેને જ મંદિર સંકુલમાં દર્શન કરવા જવા દેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here